મ્યુઝિક સ્ટ્રિમિંગમાં અલકા યાજ્ઞિક વિશ્વમાં ટોપ પર

January 31, 2023

મુંબઇ : વિશ્વમાં સૌથી વધુ સાંભળવામાં આવતા સિંગર્સમાં અલકા યાજ્ઞિાકે વિશ્વમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. તેણે ૨૦૨૨માં ૧૫.૩ અબજ સ્ટ્રિમનો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કર્યો છે. ગિનીઝ બુકઓફ વર્લડ રેકોર્ડના એક રિપોટ અનુસાર,અલકાના દરરોજ ૪. ૨ કરોડ વખત સ્ટ્રિમ થાય છે. અલકા આ પહેલાં બે વર્ષમાં પણ ટોપ પર રહી હતી. ૨૦૨૧માં તેનાં ગીતો ૧૭ અબજ અને ૨૦૨૦માં ૧૬. ૬ અબજ વખત સ્ટ્રિમ થયાં હતાં. આ યાદીમાં  બેડ બન્નીને ૧૪.૭ અબજ સ્ટ્રિમ સાથે બીજું સ્થાન મળ્યું છે. યાદીમાં બાકીના ત્રણ ભારતીય ગાયકો છે જેમાં ઉદિત નારાયણ ૧૦.૮ અબજ,  ્રિજિત સિંહ ૧૦.૭ અબજ અને કુમાર શાનુને ૯.૦૯ અબજ સ્ટ્રિમ મળી છે. અન્ય લોકપ્રિય અને સૌથી ધનાઢય ગાયકો પણ આટલી વખત સ્ટ્રિમિંગ ધરાવી શક્યા નથી.  બીટીએસ ૭.૯૫ અને  બલેક પિંક ૭.૩ અબજ સ્ટ્રિમ મેળવી શક્યા છે. બોલીવૂડમાં ૯૦ના દાયકામાં રોમાન્ટિક ગીતોનો સુવર્ણકાળ હતો અને તે અરસામાં અલકા યાજ્ઞિાક ટોપની સિંગર હતી.