ટપ્પૂનો રોલ કરનાર રાજ અનડકટ બિગ બોસમાં ભાગ લેશે

April 20, 2024

રાજ અનડકટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ અને દયાના દીકરા ટપ્પૂનો રોલ કરીને ફેન્સના દિલમાં ખાસ સ્થાન બનાવી દીધું હતું. જો કે હવે તે શોનો ભાગ નથી, હાલમાં તેના અને બબીતાજીના લગ્નને લઈને પણ અનેક વખત ચર્ચાઓ ચાલી અને બંનેએ આ અફવાઓને ફગાવી હતી.

હાલમાં સામે આવી રહેલી માહિતિ અનુસાર રાજ અનડકટ જલ્દી બિગ બોસમાં ભાગ લેશે. હાલમાં એક્ટરે તેની યુટ્યુબ ચેનલ પર આ વાતને લઈને ખુલાસો કર્યો છે અને કહ્યું કે અનેકવાર તેને સલમાન ખાનના શો માટે એપ્રોચ કરાયો હતો.

ટપ્પૂએ ખુલાસો કર્યો કે ભલે તેમને 2022-2023માં બિગ બોસ માટે સંપર્ક કરાયો હતો અને કેટલાક કારણોને લઈને તે ભાગ લઈ શક્યા ન હતા. એક્ટરે કહ્યું કે મને બિગ બોસમાં જવું ગમશે. આ શોનો હું મોટો ફેન છું અને તેની શરૂઆતથી અત્યાર સુધીના મેં તમામ સીઝન જોઈ છે. હું ખરેખર આ શોમાં જવા ઈચ્છું છું. એક્ટરે એમ પણ કહ્યું કે પહેલા હું આ શોની ઓફરને કામને કારણે સ્વીકારી શક્યો નહતો પણ જો ફરી ઓફર મળશે તો હું આ શો ચોક્કસથી કરીશ.