ઈબ્રાહિમ ખાનનું ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ, 41 લોકોને કર્યા ફોલો

April 30, 2024

સૈફ અલી ખાન ઈન્સ્ટાગ્રામ નથી અને હવે તેણે પટૌડી પરિવારના મોટા પુત્ર ઈબ્રાહિમ અલી ખાને પણ ઈન્સ્ટાગ્રામ ડેબ્યુ કર્યું છે. તે પણ કરીના કપૂરની સ્ટાઈલમાં. સોશિયલ મીડિયા પર પગ મૂકતાની સાથે જ તેને ઘણા ફોલોઅર્સ મળી ગયા છે હાલમાં 56 હજારથી વધુ યુઝર્સ તેને ફોલો કરી રહ્યાં છે. ઇન્સ્ટાગ્રામ ડેબ્યૂ વિશે હાલમાં જ ઇબ્રાહિમ ઇલી ખાને પેપ્સને કહ્યું હતું કે તે 30 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે ડેબ્યૂ કરશે. તેણે કહ્યું હતું તેમ, તેણે તે વચન પણ પૂરું કર્યું છે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઈબ્રાહિમ અલી ખાને બોલિવૂડમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. હવે પરિવારની જેમ તે પણ હીરો તરીકે ડેબ્યુ કરવાની તૈયારી કરી રહ્યો છે. આ પહેલા તેણે ફેન્સમાં વિશ્વસનીયતા બનાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે.

30 એપ્રિલ 2024ના રોજ સારા અલી ખાનના પ્રિય ભાઈ ઈબ્રાહિમે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ સાર્વજનિક કર્યું છે. આ સાથે તેણે કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે. આ તસવીરો સાથે તેણે એક બ્રાન્ડનું પ્રમોશન પણ કર્યું હતું જેમ કરીના કપૂરે કર્યું હતું. કરીના કપૂરે સત્તાવાર રીતે 6 માર્ચ 2020ના રોજ Instagram માં પ્રવેશ કર્યો હતો.