આદિત્ય રોય કપૂર વધુ એક વેબ સીરિઝની વેતરણમાં

May 21, 2024

મુંબઈ : આદિત્ય રોય કપૂર વધુ એક વેબ સીરિઝની વેતરણમાં હોવાનું કહેવાય છે. તેણે તાજેતરમાં ઓટીટી માટે 'ફેમિલી મેન' તથા 'ફર્જી' સહિતની સીરિઝ બનાવી ચૂકેલા  નિર્માતાઓ રાજ અને ડીકે સાથે મીટિંગ કરી હતી.  આદિત્ય રોય કપૂર અગાઉ અનિલ કપૂર અને શોભિતા ધૂલીપાલ જેવા કલાકારો સાથે 'નાઈટ મેનેજર ' વેબ સીરિઝમાં કામ કરી ચૂક્યો છે. તેમાં તેનું કામ વખણાયું હતું. આદિત્ય પાસે 'મેટ્રો ઈન દિનો' જેવી ગણીગાંઠી ફિલ્મો જ હાથ પર છે. આ સંજોગોમાં તે રાજ અને ડીકે જેવા સંખ્યાબંધ સફળ વેબ સીરિઝ આપી ચૂકેલા નિર્માતાઓ સાથે કોલબરેશન કરી રહ્યો હોય તેવું બની શકે છે.  આદિત્ય રોય કપૂર આજકાલ અનન્યા પાંડે સાથે તેના બ્રેક અપના કારણે વધુ  ચર્ચામાં છે. બંને વચ્ચે બે વર્ષ સુધી અફેર રહ્યું હતું. તેમના મિત્રોએ તાજેતરમાં જ તેમનું બ્રેક અપ થઈ ગયું હોવાની પુષ્ટિ કરી હતી. તે પછી આદિત્ય એક પાર્ટીમાં અનન્યાની બેસ્ટ ફ્રેન્ડ સારા અલી ખાન સાથે જોવા મળ્યો હતો.