અમેરિકાએ B2 બોમ્બર વિમાન દ્વારા 'બંકર બસ્ટર' ઝીંકી ઈરાનમાં મચાવી તબાહી
June 22, 2025
અમેરિકાએ ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. જેમાં ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્હાનના પરમાણુ ઠેકાણાઓનો સમાવેશ થાય છે. આ હુમલાઓ અમેરિકાની વાયુસેનાએ ફાઈટર જેટ B2 બોમ્બર દ્વારા કરાયો છે. અહેવાલો અનુસાર, ફાઈટર જેટ B2 બોમ્બર્સે આ ત્રણ સ્થળો પર હજારો કિલોગ્રામ બોમ્બ ફેંક્યા છે, જે બંકર બસ્ટર બોમ્બ તરીકે ઓળખાય છે. આ બોમ્બને મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) પણ કહેવામાં આવે છે.
અહેવાલો અનુસાર, મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) એ 30,000 પાઉન્ડ (13607 કિગ્રા)નો બોમ્બ છે જે ખાસ કરીને અંડરગ્રાઉન્ડ ઠેકાણાઓને ખતમ કરી શકે છે. આ બોમ્બ અત્યંત મજબૂત સ્ટીલ એલોયથી બનેલો છે જે તેને જમીનની અંદર સેંકડો ફૂટ સુધી પ્રવેશવાની ક્ષમતા ધરાવે છે.
અમેરિકાની એરફોર્સના જણાવ્યાનુસાર, મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર બોમ્બ GPS સંચાલિત હોય છે અને તેને ફક્ત B-2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બરથી જ છોડી શકાય છે. ફાઈટર જેટ B2 બોમ્બરની ખાસિયત એ છે કે તે રડારથી છુપાઈને લાંબા અંતર સુધી ઉડી શકે છે અને હવામાં ઇંધણ ભરીને લક્ષ્ય સુધી પહોંચી શકે છે.
અત્યાર સુધી કોઈપણ યુદ્ધમાં બંકર બસ્ટર બોમ્બના ઉપયોગ વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ લશ્કરી નિષ્ણાતો માને છે કે આ બોમ્બ હવે પહેલા કરતા વધુ અદ્યતન અને અસરકારક બની ગયો છે. આ બોમ્બ લગભગ 200 ફૂટની ઊંડાઈ સુધી ઘૂસી શકે છે, અને છેલ્લા 20 વર્ષમાં તેના વિકાસથી તેની ક્ષમતાઓમાં વધુ વધારો થયો છે.
Related Articles
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને...
Oct 17, 2026
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો કરાવવાનું મળ્યું ઈનામ! અમેરિકાએ આપ્યો હિલેરી ક્લિન્ટન એવોર્ડ
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો...
Oct 17, 2026
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્કૂલમાં ગોળીબાર, 3 બાળક અને ટીચરના મોત, હુમલાખોર પણ ઠાર
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્...
Oct 17, 2026
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રાહત, પાસપોર્ટ અપડેટ દરમિયાન પણ ભારત આવવા-જવા પર રોક નહીં
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રા...
Oct 17, 2026
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026