અમરેલી: બાબરામાં સુરાપુરાની ખાંભી ઉખેડવાની શંકામાં સાસરીયાઓએ જમાઈની કરી હત્યા, 10ની ધરપકડ
May 10, 2026
અમરેલીના બાબરાના કરીયાણા ગામની સીમમાં એક 25 વર્ષીય યુવાનની તેના જ સાસરીયા પક્ષના સભ્યો દ્વારા તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો સુરાપુરાની ખાંભીઓ ઉખેડી નાખવાની શંકા અને અંધશ્રદ્ધા સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યો હતો. હત્યાના બનાવ મામલે પોલીસે 10 શખસોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલીના બાબરાના કરીયાણા જીવાપર રોડ પર ભરત ઉગરેજીયા નામના યુવકની હત્યાના ગુનામાં પોલીસે 10 શખસોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સુરાપુરાની ખાંભી કાઢી નાખવા બાબતે સમાધાન કરવા બોલાવીને ક્રૂર હત્યા નીપજાવામાં આવી હતી. સમગ્ર મામલે આજે(10 મે) બાબરા પોલીસે 10 આરોપીને ઝડપી પાડી ઘટનાસ્થળે લઈને પહોંચી હતી.
પોલીસ ફરિયાદ મુજબ, મૂળ વિંછીયા તાલુકાના ફૂલઝર ગામનો વતની અને હાલ મોરબી મુકામે રહી મજૂરી કામ કરતો ભરત વલ્લભભાઈ ઉગરેજીયા (ઉં.વ.25) 8 મેના રોજ બપોરે મોરબીથી કોર્ટનું કામ પતાવી પોતાની કાર લઈને બાબરા તરફ જવા નીકળ્યો હતો. આ દરમિયાન કરીયાણા-જીવાપર રોડ પર આવેલા મામાદેવના મંદિર પાસે કેટલાક લોકોએ કાર આંતરી હતી અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને ભરતની હત્યા કરી હતી. જેમાં મૃતક યુવાનના સાસરીયા પક્ષની જ સંડોવણી ખુલી છે.
મૃતકની પત્ની આશાબહેને નોંધાવેલી ફરિયાદ મુજબ, બાબરાના સુકવળા ગામે તેમના પિયર પક્ષ જીલીયા પરિવારના સુરાપુરાની ખાંભીઓ આવેલી છે. ઘટનાના ચાર દિવસ પહેલા આ ખાંભીઓ કોઈએ ઉખેડી નાખી હતી. જેથી પરિણીતાના પિતરાઈ ભાઈઓ અને પરિવારજનોને શંકા હતી કે આ કૃત્ય પાછળ તેમના જમાઈ ભરતનો હાથ છે. આ બાબતે અગાઉ પણ ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. બાદમાં ખાંભી બાબતે સમાધાન કરવું છે તેમ કહી બાબરા બોલાવ્યો હતો. જો કે, આ માત્ર એક જાળ હતી. પૂર્વનિયોજિત કાવતરા મુજબ, જીવલેણ હથિયારો સાથે હુમલો કરી જમાઈનું ઢીમ ઢાળી દીધું હતું.
પોલીસે આ મામલે સાસરીયા પક્ષના કીરણ મનુભાઈ જીલીયા, જગદિશ મુકેશ જીલીયા, મહેશ ભનુભાઈ જીલીયા, પરેશ મુકેશભાઈ જીલીયા, રોહીત ધીરૂભાઈ જીલીયા, મયુર ભનુભાઈ જીલીયા તથા અન્ય 3 અજાણ્યા સહિત કુલ 10 સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીમાં મુખ્યત્વે સાસરીયા પક્ષના પિતરાઈ ભાઈઓ અને ભાણેજનો સમાવેશ થાય છે.
Related Articles
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદીમાં પલટી, 6નો આબાદ બચાવ, દોઢ વર્ષીય બાળક લાપત્તા
વલસાડ: પારડીમાં 7 લોકોને લઈને જતી બોટ નદ...
Sep 22, 2026
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વાયરલ સહિતના રોગોના કેસમાં વધારો, હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
ભુજમાં 39 ડિગ્રી તાપમાન છતાં ડેન્ગ્યુ-વા...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026