સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ્ન, ગળાડૂબ પાણીમાં ફસાયેલા 193થી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ
July 08, 2026
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદી માહોલ છે. જેમાં છેલ્લા બે દિવસમાં અનરાધાર વરસાદથી સુરત જળમગ્ન બન્યું છે. સુરતના પલસાણા, કામરેજ, સુરત સિટી, બારડોલી, અંબિકા સહિતના વિસ્તારોમાં 10-10 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, ત્યારે જ્યાં જોઈએ ત્યાં પાણી-પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. અતિભારે વરસાદ થતાં જનજીવન ખોરવાયું છે, ત્યારે સુરતમાં જળબંબાકારની સ્થિતિમાં ફસાયેલા અનેક લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યૂ કરીને સુરક્ષિત જગ્યાએ સ્થાળાંતર કરવામાં આવ્યા છે.
સુરતના અનેક તાલુકામાં અતિભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યાં જોઈએ ત્યાં પાણી ભરાયેલા જોવા મળે છે. લોકોના ઘરોમાં પાણી ભરાતા SDRF, NDRF અને પોલીસની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં સુરતના પાંડેસરા વિસ્તારના કૃષ્ણનગર અને ગઢા નગરના ગળાડૂબ પાણીમાં ફસાયેલા 150થી વધુ નાગરિકોને SDRFની ટીમે રેસ્ક્યૂ કર્યું.
બીજી તરફ, સુરતના મીઠી ખાડી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 71 પુરુષ, 53 મહિલા અને 19 બાળકો સહિત કુલ 143થી વધુ નાગરિકોને NDRFના જવાનો દ્વારા રેસ્ક્ય કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
Related Articles
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા આવેલા બે યુવાનોના સાબરમતી નદીમાં ડૂબી જવાથી મોત
સાબરકાંઠા: સપ્તેશ્વરમાં દશામાની મૂર્તિનુ...
Aug 22, 2026
ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ ભોપાલથી ઝડપાયો
ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ...
Aug 21, 2026
ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શનમાં, 330 હોટલમાં દરોડા, 1641 કિલો વાસી ખોરાકનો નાશ, 17 એકમો સીલ
ફૂડ પોઇઝિંગથી બાળકીના મોત બાદ તંત્ર એક્શ...
Aug 19, 2026
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હડકંપ, 2ના મોત, 6 હોસ્પિટલમાં દાખલ, ઉજ્જૈનથી આવી હતી દારૂની 28 પેટી
ભાવનગરમાં ઝેરી દારૂકાંડથી હડકંપ, 2ના મોત...
Aug 19, 2026
અમદાવાદ-સુરત રેલવે સ્ટેશન મુદ્દે કેગ રિપોર્ટમાં ધડાકો : કરોડો રૂપિયાની કમાણી છતાં મુસાફરોને સુવિધાના નામે મીંડુ
અમદાવાદ-સુરત રેલવે સ્ટેશન મુદ્દે કેગ રિપ...
Aug 19, 2026
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, ગુજરાતમાં 1649 ડ્રગ્સ કેસ નોંધાયા છતાં માત્ર 76ને સજા
ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ, ગુજરાતમા...
Aug 19, 2026
Trending NEWS
23 August, 2026
23 August, 2026
23 August, 2026
23 August, 2026
23 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026
22 August, 2026