Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

આસારામ દુષ્કર્મ કેસના મહત્ત્વના સાક્ષી અમૃત પ્રજાપતિનો હત્યારો ઝડપાયો

January 10, 2025

અમદાવાદ : સગીરા પર દુષ્કર્મના કેસમાં આસારામ વર્ષ 2013થી જેલના સળિયા પાછળ છે. જ્યારે આસારામ પર દુષ્કર્મનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે આ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની રાજકોટમાં હત્યા કરાઈ હતી. હવે 10 વર્ષ બાદ રાજકોટ પોલીસે અમૃત પ્રજાપતિના હત્યારાને કર્ણાટકથી ઝડપી પાડ્યો છે. હાલ આ આરોપીને ગુજરાત લાવવામાં આવી રહ્યો છે. જ્યાર બાદ પોલીસ પ્રેસ કોન્ફર્ન્સ કરી આરોપી અંગે વધુ માહિતી આપશે. મહત્ત્વનું છે કે અમૃત પ્રજાપતિ આસારામ દુષ્કર્મના કેસમાં એક મહત્ત્વના સાક્ષી હતા, જેમની આસારામે જ હત્યા કરાવી હોવાનો આરોપ છે. પ્રજાપતિ આસારામના પૂર્વ સાધક અને વૈદ્ય હતા.


દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામની સામે પડેલા તેમના પૂર્વ સાધક અમૃત પ્રજાપતિ વૈદ્યની ઉપર રાજકોટમાં ફાયિંરગ કરીને હત્યા કરાઈ હતી. 23મી મે 2014ના રોજ રાજકોટમાં પેડક રોડ ઉપર ઓમ શાંતિ આરોગ્ય ધામમાં દર્દીના સ્વાંગમાં આવેલા શાર્ર શૂટરે અમૃત પ્રજાપતિ ઉપર ફાયરિંગ કર્યું હતું. ફાયિંરગમાં પ્રજાપતિને ગળામાં ગોળી ઘૂસી જતા ગંભીર ઇજા થઇ હતી. પહેલા સ્થાનિક હોસ્પિટલ અને બાદમાં તેમને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. નોંધનીય છે કે, હુમલા બાદ ભાગવાના પ્રયાસમાં હત્યારાની બે પિસ્તોલ સ્થળ ઉપર જ પડી ગઈ હતી. આખરે દસ વર્ષ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડી અમૃત પ્રજાપતિના હત્યારાને કર્ણાટકથી પકડી પાડ્યો છે. મૃતક અમૃત પ્રજાપતિ લાંબા સમયથી આસારામ સાથે સંકળાયેલા હતા. તે વૈદ્ય હોવાથી આસારામના સ્વાસ્થ્યની અંગત કાળજી લેવાની જવાબદારી તેની હતી. પરંતુ મોટેરા આશ્રમમાં કિશોર વયના બે સાધકો દિપેશ-અભિષેકના શંકાસ્પદ અપમૃત્યુ પછી અમૃત પ્રજાપતિએ આસારામ સાથે છેડો ફાડયો હતો.