અનિલ કપૂર સ્ટારર 'નાયક' ફિલ્મની પણ સિકવલ બનશે

March 23, 2024

વર્ષ 2001માં રિલીઝ થયેલી અનિલ કપુર અને રાની મુખરજીની ફિલ્મ 'નાયક'ને આજે પણ દર્શકો યાદ કરે છે, હવે જ્યારે અનેક ફ્લ્મિોની સિકવલની વાત થઈ રહી છે તો ચર્ચા છે કે નાયકની પણ સિકવલની તૈયારી થઈ રહી છે.ખબરો મુજબ 'ફાઇટર' અને 'પઠાન' જેવી ફિલ્મના મેકર સિદ્ધાર્થ આનંદ 'નાયક'ની સિકવલ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.

જો કે તે ફિલ્મને ડિરેક્ટ નહીં કરે. માત્ર પ્રોડયૂસ કરશે. ફિલ્મને મિલન લૂથરિયા ડિરેક્ટ કરશે.ફિલ્મના લેખક રજત અરોરા ફિલ્મની કથા પર કામ કરી રહ્યા છે.'નાયક' જે રીતે રાજનીતિ પર આધારિત હતી તે રીતે સિકવલ પણ રાજનીતિ પર આધારિત રહેશે. સિકવલ ફિલ્મમાં એક્શન અને ડ્રામા રહેશે.

મેકર્સ ફિલ્મને મોટા સ્કેલમાં બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે સિકવલમાં અનિલ કપૂર મુખ્ય ભૂમિકા ભજવશે કે અન્ય કોઈ, જો કે ખબર છે કે કોઈ એ-લિસ્ટનો કલાકાર જ મુખ્ય ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે અનિલ કપૂર અને અમરીશ પુરીની બ્લોકબ્લસ્ટર મૂવી નાયકે દર્શકોને ખૂબ પસંદગી આવી હતી. આજે પણ અનિલ કપૂરની એવરગ્રીન ફિલ્મોમાં નાયક ફિલ્મનો અચૂક સમાવેશ થાય છે.