SIRની કામગીરી વચ્ચે વધુ એક મોત, વડોદરામાં સહાયક BLOનું ફરજ પર જ નિધન, કામના ભારણનો આક્ષેપ
November 22, 2025
રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR)ની કામગીરી હવે જીવલેણ સાબિત થઈ રહી હોય તેવા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. કોડીનારમાં શિક્ષકના આત્મહત્યાના પ્રયાસની ઘટના હજુ તાજી છે, ત્યાં તો આજે (22 નવેમ્બર) વડોદરામાં ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન એક સહાયક BLO મહિલાનું ફરજ પર જ કરૂણ મોત નીપજતા સરકારી કર્મચારી આલમમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ નર્મદા જિલ્લાના તિલકવાડાના વતની અને હાલ વડોદરાના ગોરવા સરકારી ક્વાર્ટર્સમાં રહેતા ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી ગોરવા ITIમાં ફરજ બજાવતા હતા. હાલની ચૂંટણીલક્ષી કામગીરીમાં તેઓ સયાજીગંજ કડક બજાર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં સહાયક BLO તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આજે શનિવારે કામગીરી દરમિયાન અચાનક ઉષાબેનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. સાથી કર્મચારીઓએ તાત્કાલિક તેમને સારવાર અર્થે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઉષાબેનના આકસ્મિક નિધનથી તેમના પરિવાર પર આભ ફાટ્યું છે. તેમના પતિ ઇન્દ્રસિંહ સોલંકીએ આ ઘટના માટે તંત્રની બેદરકારી અને કામના ભારણને સીધું જવાબદાર ઠેરવતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે SIRની કામગીરીને કારણે કર્મચારીઓ પર અસહ્ય દબાણ છે. તેમનું અનુમાન છે કે કામના અસહ્ય ભારણ અને તણાવને કારણે હાર્ટ એટેક આવ્યો હશે.
Related Articles
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક વ્યક્તિ જીવતો ભુંજાયો
વડોદરામાં એક્સપ્રેસ વે પર કારમાં આગ, એક...
May 09, 2026
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત્યા કરી, જેમાં 71% પુરુષો, 30% બનાવ માત્ર 4 મહાનગરોમાં
ગુજરાતમાં એક જ વર્ષમાં 8984 લોકોએ આત્મહત...
May 09, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 ક...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 06, 2026
Trending NEWS
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026