બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગાવી દેવાયો
January 25, 2026
ઢાંકા : બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી હિન્દુઓ વિરુદ્ધ સતત હિંસા વધી રહી છે. એક બાદ એક હિન્દુઓની હત્યાના કેસ સામે આવી રહ્યા છે. એવામાં હાલમાં જ બાંગ્લાદેશના નરસિંગદી જિલ્લામાં 23 વર્ષના ચંચલ ચંદ્ર ભૌમિક ઊંઘમાં જ જીવતો સળગાવી દેવાયો. ચંચલ એક ગેરેજમાં કામ કરતો હતો. ઢાકાથી 50 કિમી દૂર અજ્ઞાત હુમલાખોરોએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ચંચલની મોત બાદ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા મામલે ફરી ગંભીર સવાલ ઊભા થયા છે. ચંચલ ખાનાબાડી મસ્જિદ પાસે એક ગેરેજમાં કામ કરતો હતો. રાત્રિના સમયે અજ્ઞાત હુમલાખોરોએ ગેરેજને જ આગને હવાલે કરી દીધી. પેટ્રોલ અને ઓઈલ જેવી વસ્તુઓ ગેરેજમાં પડી હોવાથી જોતજોતામાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. ગેરેજ પાસેના સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. જે બાદ પોલીસે આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. 2022ની વસતી ગણતરી અનુસાર બાંગ્લાદેશમાં 1 કરોડ અને 30 લાખ હિન્દુઓ રહે છે. હિન્દુઓની સંખ્યા કુલ વસતીના 7.95 ટકા છે. આ ઘટનાએ બાંગ્લાદેશમાં લઘુમતીઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
Related Articles
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્નલ સોફિયા પર ટિપ્પણી મામલે સુપ્રીમ કોર્ટે સરકારને તતડાવી
હવે બહુ થયું, 4 સપ્તાહમાં નિર્ણય લો: કર્...
May 09, 2026
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ પર સસ્પેન્સ, આ પક્ષે માંગી ડેપ્યુટી CMની ખુરશી
તમિલનાડુમાં ફરી મોટો ખેલ! વિજયની શપથવિધિ...
May 09, 2026
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે સરકાર: રાહુલ ગાંધીના આકરા પ્રહાર
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્ય...
May 09, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના સમર્થન સાથે આ નેતા રેસમાં સૌથી આગળ
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધા...
May 09, 2026
Trending NEWS
યુવાનોને નોકરી નહીં સોશિયલ મીડિયાનું વ્યસન આપે છે...
09 May, 2026
કેરલમમાં નવા CM પર સસ્પેન્સનો અંત! 46 ધારાસભ્યોના...
09 May, 2026
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026