Breaking News :
સાઉદીના એરપોર્ટ પર મધરાતે મોટો હુમલો: ભારતીય ઈજાગ્રસ્ત, અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક પાછા બોલાવ્યા! દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233 કેનેડાના સૈન્ય તાલીમ કેન્દ્રમાં ભારે પવનથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું, ઘાયલોને હેલિકોપ્ટર અને વિમાનથી ખસેડાયા મક્કામાં મસ્જિદમાં કિસના આરોપમાં બે બાંગ્લાદેશીને ફાંસી, ઢાકામાં વિવાદ, પાકિસ્તાનના બે નિકટતમ દેશો વચ્ચે ઝઘડો ઇટાલીમાં પ્રદર્શનો બાદ સરકારનો નિર્ણય, સગીર હિંસા કરશે તો માતા-પિતાએ ચૂકવવું પડશે વળતર, 5 વર્ષની જેલ મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન

અરવલ્લી- મહીસાગરમાં મેઘરાજાની એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક

May 30, 2026

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે આજે (30મી મે) હવામાનમાં અચાનક મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી પગલે આજે વહેલી સવારથી જ અરવલ્લી તેમજ મહીસાગર જિલ્લામાં કાળાડિબાંગ વાદળો સાથે વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયના બફારા બાદ મેઘરાજાની એન્ટ્રી થતાં જ સમગ્ર પંથકના તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, મોડાસા, માલપુર અને ભિલોડા તાલુકા સહિત પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી પંથકમાં પણ વહેલી સવારથી વરસાદ તૂટી પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો માલપુર નગર ઉપરાંત ભિલોડાના વાશેરાકંપા અને સુનોખ તેમજ મોડાસાના ઇસરોલ, જીતપુર અને જીવણપુર પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં પારો સતત ઊંચો રહેતો હતો અને લોકો અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા હતા, ત્યારે આ વરસાદે લોકોને મોટી શાતા આપી છે.