આર્ટિકલ 370 નેહરૂની ભૂલ હતી : અમિત શાહ
August 09, 2023
નવી દિલ્હી : સંસદમાં ચોમાસુ સત્રમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ તરફથી ચર્ચાની શરૂઆત કરી હતી... ભાષણ પૂરું કરીને રાહુલ ગાંધી રાજસ્થાન જવા રવાના થયા હતા. સ્મૃતિ ઈરાનીએ આક્રમક જવાબ આપતાં અદાણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાંજે 5 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઉદ્દબોધન કર્યું હતું....
અમિત શાહનું વકતવ્ય...
સવારે ભાષણ સાંભળ્યા પછી એ નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે માત્ર ભ્રાંતિ માટે આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. જનતામાં પણ વિશ્વાસ છે, કારણ કે દેશની 7 કરોડ ગરીબ જનતામાં આશાનો સંચાર કર્યો છે તો નરેન્દ્ર મોદી સરકારે કર્યો છે.
આઝાદી પછી એકપણ રજા લીધા વગર 24માંથી 17 કલાક કામ કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. આઝાદી પછી સૌથી વધારે પ્રવાસ કર્યો. નરેન્દ્ર મોદી સરકારે પરિવારવાદ, તૃષ્ટિકરણ દૂર કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. ભ્રષ્ટાચાર, પરિવારવાદ અને તૃષ્ટિકરણ દૂર કરીને 2014થી નરેન્દ્ર મોદી સરકારે વિકાસની યાત્રા આરંભી છે.
અવિશ્વાસ પ્રસ્તાવ સંવૈધાનિક પ્રક્રિયા છે. ત્રણ અવિશ્વાસ પ્રસ્તાવનો ઉલ્લેખ કરવા માગું છું. યુપીએ સરકાર વિરુદ્ધ અમે બે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. 1993 જુલાઈમાં નરસિમ્હા રાવ સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. એ સરકાર પ્રસ્તાવ જીતી ગઈ અને પછી ઘણાને જેલ થઈ કારણ કે ઝારખંડ મુક્તિ મોરચાને લાંચ આપીને અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યા. 2008માં મનમોહન સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા હતા. ત્યારે પણ પૈસા આપીને સરકાર બચાવી લીધી. બીજું ઉદારણ આપું. 1999માં અટલજીની સરકાર હતી. અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો. અટલજીએ આ જ સીટ પર બેસીને કહ્યું કે અમને મંજૂર છે. જે નિર્ણય છે તે. અમારું ચરિત્ર પૈસા આપીને સરકાર બચાવવાનું ચરિત્ર નથી. ફરીથી ભારે બહુમત સાથે અટલજીની સરકાર આવી.
હવે વાત ગરીબ કલ્યાણની કરીશ. કોંગ્રેસે ગરીબી હટાવોનો નારો આપ્યો પણ ગરીબી જેમની તેમ રહી. પણ નરેન્દ્ર મોદી સરકારે ગરીબોના કલ્યાણ માટે યોજનાઓ બનાવી. કોંગ્રેસ ચૂંટણીમાં જાહેરાત કરે છે કે અમે ખેડૂતોનું વ્યાજ માફ કરીશું. પણ દસ વર્ષમાં કેટલું માફ કર્યું? અમે વ્યાજ માફ નથી કરતા પણ એમને વ્યાજ લેવું ન પડે તેવી વ્યવસ્થા કરીએ છીએ.
કોરોના આવ્યો, મોદીજીએ વિચાર્યું કે આ દુનિયા માટે ખરાબ સમય છે. પક્ષાપક્ષી છોડીને મોદી સરકારના નેતૃત્વમાં 130 કરોડ લોકોએ લડત આપી. મને બે નેતા યાદ છે. અખિલેશજી અને બીજા રાહુલજી. આ બંને કહેતા કે, આ મોદી વેક્સિન છે. લેતા નહીં. જનતાએ વેક્સિન લેવાનું શરૂ કર્યું. પહેલો ડોઝ, બીજો ડોઝ આપ્યો અને 130 કરોડ લોકોને કોરોનાથી બચાવ્યા. એ સમયે રોજગારીના પ્રશ્નો ઊભા થયા. લોકડાઉનનો વિરોધ થયો. બધાએ કહ્યું કે, લોકડાઉન લગાવશો તો અમે શું કરીશું. અમે 80 લાખ પરિવારના ઘરમાં મફત અનાજ પહોંચાડ્યું. આજે પણ અનાજ પહોંચાડીએ છીએ. પ્રધાનમંત્રીમાં તમને અવિશ્વાસ હોઈ શકે છે, જનતાને વિશ્વાસ છે.
આ સદનમાં એક એવા નેતા છે જેનું 13 વખત લોન્ચિંગ કરવામાં આવ્યું અને દરેક વખતે ફેઈલ થયા. એ ગરીબ મહિલા કલાવતીના ઘરે ભોજન કરવા ગયા. પછી શું થયું એ કલાવતીનું એ કોઈને ખબર નથી. એની ગરીબાઈ દૂર થઈ? ગરીબ મોદીમાં તેના મિત્ર શોધે છે. એટલે મોદીને 'ગરીબ મિત્ર' તરીકે સંબોધે છે. ભારતના અર્થતંત્રની ગાડીને મોદી સરકારે પાટે ચડાવી. આજે 11માંથી 5મા નંબરે અર્થતંત્ર પહોંચ્યું છે. ટૂંક સમયમાં વિશ્વમાં 3જા માળે પહોંચી જશે. વંદે ભારત સેમિ હાઈસ્પેડ ટ્રેન, સાગરમાલા યોજના પૂરી થઈ છે, કાર્ગોની તાકાત વધશે, 27 શહેરોમાં મેટ્રો દોડશે. ઈન્ટરનેટ કનેક્શનમાં સૌથી વધારે વૃદ્ધિ ભારતે હાંસલ કરી છે.
દેશની સુરક્ષા પર અમિત શાહે કહ્યું કે યુપીએ સરકાર દરમિયાન સરહદ પાર આતંકી ઘુસતા અને જવાનોના માથા કાપીને લઈ જતા હતા. કોઈ જવાબ નહતા આપતા. અમારી સરકારમાં બે વખત પાકિસ્તાને હિંમ્મત કરી. બંને વખત (સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક) પાકિસ્તાનના ઘરમાં ઘુસીને આતંકવાદીઓનો સફાયો કર્યો. યુપીએ સરકારમાં સૌથી મોટો કૌભાંડ રક્ષા ક્ષેત્રમાં થયો.
કાશ્મીરમાં ત્રણ પરિવારોએ શાસન કર્યું છે. અત્યારે પથ્થરમારાની ઘટના હવે ટીવીમાં નથી દેખાતી કારણ કે બંધ થઈ ગઈ છે. જમ્મુમાં હાઇ સિક્યોરિટી જેલ બનાવવામાં આવી છે. 33 વર્ષ પછી થિયેટર ચાલું થયું છે. 33 વર્ષ પછી નાઇટ શો ચાલુ થયો છે નરેન્દ્ર મોદી સરકારમાં. 33 વર્ષમાં મહોરમ બંધ હતી, પહેલી વખત નરેન્દ્ર મોદી સરકારમાં ચાલુ થઈ છે. 2022માં 1 કરોડ 80 લાખ લોકો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવ્યા છે.
શાહે કહ્યું કે આર્ટિકલ 370 નેહરૂની ભૂલ હતી, જે મોદી સરકારે હટાવી. તેની સાથે કાશ્મીરની અંદરથી બે ઝંડા, બે સંવિધાન સમાપ્ત થયા અને ભારત સાથે સંપૂર્ણ રીતે જોડાઈ ગયું. વિપક્ષ સાથે જોડાયેલી એક NGOની રિપોર્ટ જોઈ હતી. તેમાં લખ્યું હતું કે સમસ્યાના સમાધાન માટે હુર્રિયત સાથે ચર્ચા કરો. જમીયત સાથે ચર્ચા કરો. પાકિસ્તાન સાતે ચર્ચા કરો. અમે આમાંથી એકમાં પણ ચર્ચા નહીં કરીએ. અમે ચર્ચા કરીશું તો ઘાટીની જનતા સાથે. તે અમારા પોતાના છે. કલમ 370 નાબૂદ થતા ખુનની નદીઓ વહેવાની વાતો કરાતી હતા પણ એક કાંકરો પણ ના પડ્યો. પરિવારવાદ, ભ્રષ્ટાચાર, તૃષ્ટીકરણના આધારે સતામાં બેઠક કોંગ્રેસ સરકાર અને બીજી બાજુ દેશભક્ત અને લોકોના સુખાકારી માટે કામ કરનાર સરકારની 9 વર્ષની તુલના કરવી જરૂરી છે. કલમ 370 રદ કરવાથી ખૂનની નદીઓ વહેવાની વાત કરનાર જાણે છે કે એક પથ્થર પણ ના પડ્યો.
અમિત શાહે કહ્યું કે, ડાબેરીઓ કાઠમંડુથી તિરુવંતપુરમ સુધી સત્તાનું સ્વપ્ન જોતા હતા પરંતુ વિખરાઈ ગયા. માત્ર ત્રણ જિલ્લા પુરતી રહી ગઈ છે. વામપંથી ઉગ્રવાદને ડામવાનું કામ મોદી સરકાર કરી રહી છે. પૂર્વોતરમાં પણ સરકારે અનેક આતંકી સંગઠનોને નષ્ટ કર્યા છે.
Related Articles
કારગિલમાં પાકિસ્તાનની ઘૂસણખોરી વિશે ઍલર્ટ કરનારા ગોવાળ તાશી નામગ્યાલનું નિધન
કારગિલમાં પાકિસ્તાનની ઘૂસણખોરી વિશે ઍલર્...
3 માસૂમ બાળકો સાથે માતાએ ગળે ફાંસો ખાઈ કર્યો સામૂહિક આપઘાત
3 માસૂમ બાળકો સાથે માતાએ ગળે ફાંસો ખાઈ ક...
Dec 21, 2024
દિલ્હીની ચૂંટણી પહેલા જ કેજરીવાલને ઝટકો: LGએ EDને આપી કેસ ચલાવવાની મંજૂરી
દિલ્હીની ચૂંટણી પહેલા જ કેજરીવાલને ઝટકો:...
Dec 21, 2024
મણિપુરના લોકો રાહ જોતાં રહી ગયા અને PM મોદી કુવૈત રવાના: કોંગ્રેસનો કટાક્ષ
મણિપુરના લોકો રાહ જોતાં રહી ગયા અને PM મ...
Dec 21, 2024
સુરતમાં લગ્ન સીઝનને લઈ GST વિભાગની કાર્યવાહી, 100 કરોડના બેનામી વ્યવહારો ઝડપ્યા
સુરતમાં લગ્ન સીઝનને લઈ GST વિભાગની કાર્ય...
Dec 21, 2024
મધ્યપ્રદેશના દેવાસમાં એક મકાનમાં ભીષણ આગ : પતિ-પત્ની અને બે બાળકોના મોત
મધ્યપ્રદેશના દેવાસમાં એક મકાનમાં ભીષણ આગ...
Dec 21, 2024
Trending NEWS
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
21 December, 2024
20 December, 2024
20 December, 2024
20 December, 2024
Dec 21, 2024