ઓપરેશન સિંદૂર વખતે ફેક ન્યૂઝનો સામનો કરવામાં 15 ટકા સમય બગડ્યો હતોઃ CDS
June 01, 2025
સિંગાપોર : સિંગાપોરમાં યોજાયેલી વિશ્વભરના સંરક્ષણ નેતાઓની મીટિંગ ‘શાંગરી-લા ડાયલોગ’માં ભારતના ‘ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ’ (CDS) જનરલ અનિલ ચૌહાણે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન લગભગ 15 ‘ફેક ન્યૂઝ’નો જવાબ આપવામાં બગડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આના પરથી સ્પષ્ટ થાય છે કે ભારતને ‘માહિતી યુદ્ધ’ એટલે કે ઈન્ફોર્મેશન વૉરફેર માટે એક અલગ અને ખાસ પ્રકારની શાખાની જરૂર છે.
જનરલ અનિલ ચૌહાણે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની વ્યૂહરચના તથ્ય-આધારિત સંદેશાવ્યવહાર પર આધારિત રહી હતી, જેના કારણે જવાબ આપવામાં થોડો વિલંબ થયો. વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ ઓપરેશનમાં વ્યસ્ત હોવાથી શરૂઆતમાં બે મહિલા અધિકારીએ મીડિયા સાથે વાત કરી હતી.
જનરલ ચૌહાણે જણાવ્યું હતું કે, એવું માનવામાં આવે છે કે પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન ચીનની કોમર્શિયલ સેટેલાઈટ છબીનો ઉપયોગ કર્યો હશે, પરંતુ અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી કે તેને રિયલ-ટાઈમ લક્ષ્ય (ટાર્ગેટિંગ)ની મદદ મળી હોય.
ટેક્નોલોજીની વાત કરતા તેમણે કહ્યું કે, ભારતે આ ઓપરેશનમાં 'આકાશ મિસાઈલ સિસ્ટમ' જેવી સ્વદેશી સિસ્ટમનો ઉપયોગ કરીને મોટી સફળતા મેળવી હતી. ભારતે સ્વદેશી અને વિદેશી રડાર સિસ્ટમોને જોડીને એક મજબૂત અને સંકલિત સંરક્ષણ માળખું બનાવ્યું હતું,
Related Articles
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકવાની શક્યતાને પગલે ટ્રમ્પે ઇઝરાયલને સીરિયા અને લેબેનોનમાંથી સેના હટાવવા આપી સલાહ
મધ્ય પૂર્વમાં યુદ્ધ ભડકવાની શક્યતાને પગલ...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026