શુક્રની પુષ્ય નક્ષત્રમાં એન્ટ્રી થતાં આ રાશિના જાતકોનું ભાગ્ય પલટાશે, ધનવર્ષા નક્કી!
June 03, 2026
11 જૂન, 2026ના રોજ શુક્ર ગ્રહનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ એક ખૂબ જ શુભ ખગોળીય ઘટના છે. પુષ્યને નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે અને જ્યારે સુખ અને સમૃદ્ધિનો કારક શુક્ર તેમાં પ્રવેશ કરે છે, ત્યારે આ સમયગાળો ભૌતિક સુખ, પ્રેમ અને આર્થિક સમૃદ્ધિ માટે વિશેષ ફળદાયી બની જાય છે. દ્રિક પંચાંગ પ્રમાણે શુક્ર 11 જૂનથી 23 જૂન સુધી પુષ્ય નક્ષત્રમાં રહેશે. આ સમયગાળા દરમિયાન કેટલીક રાશિના જાતકોને સૌથી વધુ લાભ મળશે.
પુષ્ય નક્ષત્રમાં શુક્રની હાજરી વૈભવ, સુંદરતા અને ધનના સાધનોમાં વૃદ્ધિ કરે છે. આ સમય નવી ખરીદી, રોકાણ અને સંબંધોમાં મધુરતા લાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે.
1. વૃષભ રાશિ
શુક્ર તમારી રાશિનો સ્વામી છે, તેથી પુષ્ય નક્ષત્રમાં તેનું ગોચર તમારા માટે અત્યંત સુખદ રહેશે. આ દરમિયાન તમને દરેક કાર્યમાં સફળતા મળશે. જો તમે લાંબા સમયથી કોઈ મોંઘી વસ્તુ અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમય અનુકૂળ છે. તમારા આત્મવિશ્વાસમાં જબરદસ્ત ઉછાળ આવશે.
2. કર્ક રાશિ
પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ છે અને તે તમારી રાશિ માટે પણ મહત્વપૂર્ણ છે, તેથી શુક્રનું અહીં આગમન તમને ખાસ લાભ અપાવશે. તમને કાર્યસ્થળ પર પદ-પ્રતિષ્ઠા મળશે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે અને પાર્ટનર સાથેના તમારા સંબંધો ગાઢ બનશે.
3. કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે ખૂબ જ શુભ છે. શુક્રના પ્રભાવથી અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. જે લોકો કલા, મીડિયા અથવા ગ્લેમરની દુનિયામાં સાથે સંકળાયેલા છે તેમને મોટી તકો મળી શકે છે. આવકના નવા સ્ત્રોત વિકસિત થશે.
4. વૃશ્ચિક રાશિ
શુક્રનું ગોચર તમારા માટે સુખ-સુવિધાઓમાં વધારાનો સંકેત છે. ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે અથવા ટ્રાન્સફર ઈચ્છે છે તેમને આ સમયગાળા દરમિયાન સકારાત્મક પરિણામો મળી શકે છે. રોકાણ સબંધિત કામમાં લાભ થશે.
5. મીન રાશિ
શુક્રનું ગોચર તમારી રાશિ માટે લાભદાયી રહેશે. તમને સમાજમા માન અને સન્માન મળશે. આ સમય દરમિયાન જૂના ચાલી રહેલા વિવાદોનો ઉકેલ આવી શકે છે. સર્જનાત્મક કાર્ય માટે આ ઉત્તમ સમય છે.
લાભ મેળવવા માટે વિશેષ ઉપાય
- શુક્રવારે માતા લક્ષ્મીને સફેદ મીઠાઈનો ભોગ ચઢાવો.
- શુક્રના બીજ મંત્ર 'ૐ દ્રાં દ્રીં દ્રૌં સ: શુક્રાય નમ:'નો 108 વાર જાપ કરો.
- આ સમયગાળા દરમિયાન અત્તર અથવા સુગંધિત વસ્તુઓનો ઉપયોગ તમારા માટે ભાગ્યશાળી રહેશે.
Related Articles
બે દિવસ બાદ મંગળના નક્ષત્રમાં સૂર્યનું ગોચર, 5 રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થશે
બે દિવસ બાદ મંગળના નક્ષત્રમાં સૂર્યનું ગ...
Oct 10, 2026
શુક્રની વિપરિત ચાલ 4 રાશિના જાતકો માટે મુસીબત બનશે, 42 દિવસો માટે રહેવું એલર્ટ
શુક્રની વિપરિત ચાલ 4 રાશિના જાતકો માટે મ...
Sep 30, 2026
122 દિવસ શનિની ખાસ કૃપા રહેશે 5 રાશિના જાતકો પર, ધન લાભ સાથે તકલીફો થશે દૂર!
122 દિવસ શનિની ખાસ કૃપા રહેશે 5 રાશિના જ...
Sep 26, 2026
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં 3 રાશિના જાતકોએ સાવધાન થઇ જવું
આજે રાત્રે કષ્ટકારી વિષ યોગ એક્ટિવ થતાં...
Sep 11, 2026
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના જાતકોની કિસ્મત પલટાવશે
કૃષ્ણ જન્માષ્ટમીએ ત્રિગ્રહી યોગ 4 રાશિના...
Sep 03, 2026
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ અદ્ભુત યોગ: અષ્ટમી, રોહિણી નક્ષત્ર અને વૃષભ ચંદ્રનો સંયોગ
આ જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણ જન્મ સમય જેવો જ...
Sep 02, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026