આસ્થા પર હુમલો: જૂનાગઢમાં ગુરુ દત્તાત્રેય શિખર પર વિવાદ મામલે સંતોમાં આક્રોશ

October 02, 2023

જૂનાગઢમાં ગુરુ દત્તાત્રેય શિખર પર વિવાદ મામલે સાધુ સંતોમાં રોષ ફેલાયો છે. તેમજ દતાત્રેય શિખરના મહંત મહેશગીરી હાલ દિલ્હીમાં છે. જેમાં મહંત મહેશગીરીના આવ્યા બાદ નિર્ણય લેવાશે. તથા હાલ સાધુ સંતોનો બોલવાનો ઇનકાર છે. શિખર પર દિગમ્બર જૈન સંઘ દ્વારા હુમલાનો આરોપ છે.

સેવકોએ સીધો આરોપ જૈન સંઘના લોકો પર લગાવ્યો છે. શિખર પર ધર્મસ્થાન પર આ હોબાળો થયો હોવાનુ કહેવામાં આવ્યુ છે. ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. દત્તાત્રેય શિખર ગિરનાર પર્વત પર આવેલ છે. અહીં પૂનમ ભરવાને લઈ ખૂબ જ મહત્વ છે. પૂનમે ભક્તો મોટી સંખ્યામાં અહીં ગિરનાર ચઢીને દર્શને આવતા હોય છે.

ઉલ્લેખનીય છે કે 200થી વધુ લોકોના ટોળાએ હુમલાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ગુરૂ દત્તાત્રેયના સેવકે પોલીસને અરજી આપી હતી. ત્યારે સાધુ સંતોમાં રોષ ફેલાયો છે. શિખર પર દિગમ્બર જૈન સંઘ દ્વારા 200થી વધુ લોકોના ટોળાએ હુમલાનો પ્રયાસ કરી ચરણ પાદુકા પર ખુરશી ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જેમાં મહિલાએ ખુરશી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જય નેમિનાથના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારે ગુરુ દત્તાત્રેયના સેવકે પોલીસને અરજી આપી છે.