હિન્દુઓ પર હુમલા વધ્યા, બાંગ્લાદેશમાં 2200 કેસ તો પાકિસ્તાનમાં 112 કેસ
December 20, 2024
દિલ્હી- બાંગ્લાદેશમાં સત્તા પલ્ટો થયા બાદ હિન્દુઓ પર હુમલાની ઘટનાઓમાં વધારો થયો છે. ત્યાં અવારનવાર હિન્દુઓ અને મંદિરો પર હુમલો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે ભારત સરકાર સહિત ભારતીયો પણ ચિંતિત છે. બીજીતરફ રાહતની વાત એ છે કે, પાકિસ્તાનમાં બે વર્ષ બાદ હિન્દુઓ પર થતા હુમલાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા ડેટા મુજબ 2022ની તુલનાએ 2024માં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની ઘટના 400 ટકાનો વધી છે, જ્યારે પાકિસ્તાનમાં 100 ટકા જેટલી ઘટી છે.
વિદેશ મંત્રાલયે આજે રાજ્યસભામાં ડેટા રજૂ કરી ખુલાસો કર્યો છે કે, બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનું પતન થયા બાદ ત્યાં વર્ષ 2024માં હિન્દુઓ પર હુમલાના 2200 કેસ નોંધાયા છે.’ મંત્રાલયે કહ્યું કે, અમે બાંગ્લાદેશ અને પાકિસ્તાનને પત્ર લખ્યો છે, જેમાં તેમની સંબંધી સરકારોને હિન્દુઓની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા કહ્યું છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે, કેન્દ્ર સરકાર બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિને ગંભીરતાથી લીધી છે. સરકારે બાંગ્લાદેશની સરકાર સાથે પોતાની ચિંતાઓ શેર કરી છે. ભારતને આશા છે કે, બાંગ્લાદેશની સરકાર હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં ભરશે.
વિદેશ મંત્રાલયના ડેટા મુજબ, બાંગ્લાદેશમાં 2022માં હિન્દુઓ વિરુદ્ધ હિંસાની 47 ઘટના નોંધાઈ હતી. જ્યારે 2023માં 302 અને 2024 (8 ડિસેમ્બર-2024 સુઘી)માં 400થી વધુ ટકા વધીને 2200 ઘટનાઓ નોંધઆઈ છે. પાકિસ્તાનમાં 2022માં હિન્દુઓ વિરુદ્ધ અત્યાચારના 241 કેસ નોંધાયા હતા, જ્યારે 2023માં 103 અને 2024 (ઓક્ટોબર સુધી)માં 112 કેસ નોંધાયા છે. સરકારે એવું પણ કહ્યું છે કે, બાંગ્લાદેશ અને પાકિસ્તાન સિવાય કોઈપણ પડોશી દેશમાં હિન્દુઓ વિરુદ્ધની હિંસાના કેસ નોંધાયા નથી. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લઘુમતી અને માનવાધિકાર સંગઠનોના ડેટાને ટાંકીને રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
Related Articles
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો બોંબમારો, વળતા જવાબમાં કુવૈત પર ભીષણ ડ્રોન હુમલો
અમેરિકાએ ઈરાનમાં બાળકોની હોસ્પિટલ કર્યો...
Jul 16, 2026
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા
બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી જતાં 500થી વ...
Jul 16, 2026
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક્રમિત અને 754 મોત, હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન!
કાંગોમાં ઇબોલાનો હાહાકાર: 2000થી વધુ સંક...
Jul 15, 2026
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન પર USના હુમલા બાદ રશિયાના વિદેશ મંત્રી લાલચોળ!
'અમેરિકા પર ભરોસો કરવો અશક્ય છે...' ઇરાન...
Jul 15, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુ...
Jul 15, 2026
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026