ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
May 01, 2026
ચંદીગઢ : પંજાબના વિપક્ષના મુખ્યમંત્રી ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ લાગ્યો છે. આ મામલે એક વીડિયો સોશિયલ મીડિયા માધ્યમ 'X' શેર કરવામાં આવ્યો છે. આરોપ છે કે, મુખ્યમંત્રી ભગવંત માન નશાની હાલતમાં વિધાનસભામાં સંબોધિત કર્યું હતું. જેને લઈને કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાલી દળે એક સુરમાં CM માન સામે તપાસની માગ ઉઠાવી છે.
કોંગ્રેસના ધારાસભ્ય પરતાપ સિંહ બાજવાએ આ મામલે પંજાબ વિધાનસભા સ્પીકરને પત્ર લખ્યો છે. જેમાં બાજવાએ માગ કરી છે કે, 'સદનમાં હાજર તમામ સદસ્યો સહિત મુખ્યમંત્રીનું ડોપ ટેસ્ટ થયુ જોઈએ. ટ્રેઝરી બેન્ચ અને વિપક્ષ બંનેના તમામ ધારાસભ્યોને પણ આ તપાસના દાયરામાં લાવવા જોઈએ.' તાજેતરમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાનારા રાજ્યસભાના સભ્ય સ્વાતિ માલીવાલએ માન પર "લોકશાહીના મંદિર"નું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. બાજવાએ કહ્યું કે, 'એવા સદનમાં હાજર થવાનો શું મતલબ, જ્યાં પ્રદેશના મુખિયા જ નશાની હાલતમાં પહોંચે.' પરતાપ બાજવાએ સ્પીકરને સંબોધિત કરતા પત્રમાં લખ્યું કે, 'હું તમારું ધ્યાન એક ગંભીર સમસ્યા પર આકર્ષિત કરવા માગુ છું, જે સદનની ગરિમા માટે ઘણી ચિંતાજનક છે.' જ્યારે વર્તમાન સત્ર દરમિયાન ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાએ મુખ્યમંત્રીના વ્યવહારને લઈને મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે લખ્યું કે, મુખ્યમંત્રીએ સદસ્ય દ્વારા ઉઠાવેલા સવાલનો જવાબ આપ્યા વગર સદન છોડી દીધું હતું. જે ચિંતાનો વિષય છે.
Related Articles
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટ...
Sep 27, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુવકને લાફો ઝીંકી દીધો
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા...
Sep 27, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના આક્ષેપોનો આપ્યો જવાબ
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્...
Sep 27, 2026
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ ગોળીઓ વરસાવી બે લોકોને મોતને ઘાત ઉતાર્યા
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ...
Sep 27, 2026
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય કમિશનરો સહમત હતા : ચૂંટણી પંચ
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય ક...
Sep 27, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026