ચીનમાં મોટી રાજકીય ઉથલપાથલ, વરિષ્ઠ રાજદ્વારી લિયૂ જિયાનચાની ધરપકડ

August 10, 2025

લિયૂ પદ પરથી રાજીનામું આપ્યા બાદ ચર્ચામાં આવ્યા, લિયૂને વિદેશ મંત્રી બનાવવાની તૈયારી ચાલી રહી હતી

ચીનના વરિષ્ઠ રાજદ્વારી અને વિદેશ નીતિના સૌથી સક્રિય ચહેરો ગણાતા લિયૂ જિયાનચાની ધરપકડ કરવામાં આવી છે. તેઓ વિદેશ મુલાકાત જઈને પરત આવતા જ બેજિંગમાં જ તાત્કાલિક આ કાર્યવાહી કરવામાં આવી છે. 61 વર્ષિક લિયૂ ચીનમાં ખૂબ જાણીતો ચહેરો છે અને તેમને સંભવિત વિદેશ મંત્રી બનવાના પ્રબળ દાવેદાર તરીકે પણ જોવાતા હતા.
વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, લિયૂ જિયાનચા છેલ્લા ઘણા સમયથી વિદેશ પ્રવાસો કરીને વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરતા રહેતા હોવાથી એવી અટકળો ચાલી રહી છે કે, તેમને આગામી વિદેશ મંત્રી તરીકે પ્રમોટેડ કરવામાં આવી શકે છે. જોકે તેઓ જુલાઈના અંતમાં પરત આવતા જ ધરપકડ કરવામાં આવી છે.
ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગનું આંતરીક રાજકારણ રહસ્યથી ઘેરાયેલું છે, જો દેશમાં કોઈ રાજકીય ઘટના બને તો તેની માહિતી સામે આવતી નથી. ચીનના સૌથી જાણીતા ચહેરા લિયૂની ધરપકડ થઈ છે, છતાં ચીન તરફથી કોઈ સત્તાવાર પ્રક્રિયા સામે આવી નથી. ચીન સરકારના રાજ્ય પરિષદ સૂચના કાર્યાલય અને કોમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય સંપર્ક વિભાગે કોઈપણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
લિયુ જિઆનચાઓ એક વરિષ્ઠ ચાઈનીઝ રાજદ્વારી અને રાજકારણી છે. તેઓ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીમાં એક પ્રભાવશાળી વ્યક્તિ તરીકે ગણાય છે. લિયુ હાલમાં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના આંતરરાષ્ટ્રીય વિભાગના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. આ પદ સંસદને બદલે ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે વિદેશી રાજકીય પક્ષોના સંબંધોનું સંચાલન કરે છે. તેઓ ભૂતકાળમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમણે ફિલિપાઈન્સ અને ઈન્ડોનેશિયામાં ચીનના રાજદૂત તરીકે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

જુલાઈ 2025માં વિદેશમંત્રી વાંગ યીના સ્થાને લિયુ જિઆનચાઓને ચીનના નવા વિદેશમંત્રી તરીકે માનવામાં આવી રહ્યા હતા. જોકે, તેમણે આરોગ્યની સમસ્યાના કારણોસર રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા પાછળના કારણો સ્પષ્ટ નથી. આ ઘટનાથી એવી અટકળો ફેલાઈ રહી છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગના શાસનમાં ટોચના અધિકારીઓમાં અસુરક્ષાનું વાતાવરણ છે.