ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે જમ્મુ-કાશ્મીરમાં 3 ઉમેદવારો જાહેર કર્યા, એક મુસ્લિમ નેતા

October 12, 2025

જમ્મુ : જમ્મુ-કાશ્મીરની 3 રાજ્યસભા બેઠકની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપ તરફથી જારી કરાયેલી યાદીમાં એક મુસ્લિમ નેતા ગુલામ મોહમ્મદ મીરનું નામ સામેલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભાજપે રાકેશ મહાજન અને સતપાલ શર્માને ઉમેદવાર બનાવ્યાં છે. 
રાજકીય નિષ્ણાતો માને છે કે ભાજપનું આ પગલું કાશ્મીર ખીણ પ્રદેશમાં મુસ્લિમ સમુદાય સુધી પહોંચ વધારવા માટે છે. ભાજપે જમ્મુ-કાશ્મીરના રાજકીય અને સામાજિક માળખાને ધ્યાનમાં રાખીને જ ઉમેદવારોની પસંદગી કરી છે. જેમાં ગુલામ મોહમ્મદ મીર જે ખીણમાંથી આવે છે. જ્યારે રાકેશ મહાજન અને સતપાલ શર્મા જમ્મુ ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ કરે છે.