બોંબ વિસ્ફોટની તપાસમાં ખુલાસો - કાશ્મીરની હૉસ્પિટલોને •Ýહથિયારોનું ભંડાર કેન્દ્ર બનાવવાનું ષડયંત્ર
November 21, 2025
દિલ્હી- દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બોંબ વિસ્ફોટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)ની તપાસ મુજબ, જે રીતે હમાસ ગાઝાની અલ-શિફા હૉસ્પિટલમાં હથિયારો જમા કરતો હતો, તે રીતે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે જમ્મુ-કાશ્મીરની અનેક હૉસ્પિટલોને હથિયારોનું ભંડાર કેન્દ્ર બનાવવાનું ષડયંત્ર રચ્યું હતું. જૈશનું આતંકી મૉડ્યુલ બારામુલા, અનંતનાગ અને બડગામની અનેક હૉસ્પિટલોને હથિયારોના ભંડાર કેન્દ્રમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
NIA સૂત્રોના જણાવ્યા મુજબ, કાર વિસ્ફોટમાં ધરપકડ કરાયેલા ડૉ. અદીલ રાઠરની પૂછપરછ કરવામાં આવ્યા બાદ, હમાસ અને જૈશના કેડરો વચ્ચે સંબંધો વધ્યા હોવાની માહિતી મળી છે, તેના પરથી સંભાવના છે કે, હમાસ જૈશના આતંકી મૉડ્યુલને ટેકનીકલ મદદ કરી રહ્યો હતો. જૈશના •Ýડૉક્ટર આતંકી મૉડ્યુલે’ અનંતનાગ, શ્રીનગર, બારામુલા અને નૌગામની હૉસ્પિટલને ઘાતક હથિયારોનું ભંડાર કેન્દ્ર બનાવાવનું ષડયંત્ર રચ્યું હતું. આ માહિતી સામે આવ્યા બાદ પોલીસે કાશ્મીરની અનેક હૉસ્પિટલોમાં દરોડા પાડ્યા છે, જેમાં આરોપી ડૉક્ટરોના લોકરમાંથી હથિયારો મળી આવ્યા છે. ગુજરાતી ATSએ અગાઉ ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. તેમાં હૈદરાબાદનો ડૉ. અહમદ સૈયદ પણ સામેલ હતો. એટીએસએ હૈદરાબાદ જઈને અહમદના ઘરે દરોડો પાડ્યો હતો, જેમાં તેના ઘરેથી મોટાપ્રમાણમાં આતંકવાદને લગતી વાંધાજનક સામગ્રીઓ મળી આવી હતી.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026