Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

બીએસએફની બંગાળ પાંખે વર્ષ 2024માં જપ્ત કર્યું રૂપિયા 120 કરોડનું સોનાચાંદી

December 02, 2024

દક્ષિણ બંગાળ સરહદે તૈનાત બીએસએફની પાંખે વર્ષ 2024માં નવેમ્બર મહિનાના અંત સુધીમાં 86 ભારતીય અને 32 બાંગ્લાદેશી દાણચોરોની અટકાયત કરીને રૂપિયા 120 કરોડના મુલ્યનો સોનાચાંદીનો જથ્થો જપ્ત કર્યો હતો. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી.

અધિકારીઓએ એમ પણ જણાવ્યું છે કે બીએસએફ દ્વારા આ વર્ષ દરમિયાન ડ્રગ દાણચોરીના કૌભાંડમાં 51 ભારતીય અને 10 બાંગ્લાદેશી દાણચોરોની પણ ધરપકડ થઇ ચુકી છે. આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર અંત સુધીમાં બીએસએફો દક્ષિણ બંગાળની સરહદેથી 170.48 કીલો સોનુ અને 159 કીલો ચાંદી જપ્ત કરી હતી .

તેની કિંમત અનુક્રમે રૂપિયા 118.63 કરોડ અને 1.15 કરોડ થવા જાય છે. આ સમય ગાળા દરમિયાન સોનાની દાણચોરીના 105 કેસનો ભાંડાફોડ થયો હતો. તેને પરિણામે ભારતના 80 અને બાંગ્લાદેશના 32 દાણચોરોની ધરપકડ થઇ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે દાણચોરો દાણચોરી માટે નવા નવા કીમિયા અજમાવી રહ્યા છે.