કેલિફોર્નિયાએ ભારતીયોને આપી 'દિવાળી' ભેટ, સ્ટેટ હોલિડે જાહેર કરનાર ત્રીજું અમેરિકન રાજ્ય

October 08, 2025

કેલિફોર્નિયા : અમેરિકામાં રહેતા ભારતીયો માટે એક મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કેલિફોર્નિયાએ હવે દિવાળી પર સત્તાવાર રાજકીય રજા જાહેર કરી છે. આ પ્રકારે કેલિફોર્નિયા અમેરિકાનું ત્રીજું રાજ્ય બની ગયું છે, જેણે ભારતના આ મોટા તહેવાર પર સત્તાવાર રજાની માન્યતા આપી છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે કહ્યું કે, મેં વિધાનસભા સભ્ય એશ કાલરા તરફથી દિવાળીમાં રાજકીય સત્તાવાર રજા જાહેર કરતા બિલ પર સહી કરી દીધી છે.'

દિવાળીને સત્તાવાર રાજકીય રજા જાહેર કરતું ‘AB 268’ નામનું આ બિલ સપ્ટેમ્બરમાં કેલિફોર્નિયા વિધાનમંડળના બંને ગૃહોમાંથી સફળતાપૂર્વક પસાર થઈ ગયું હતું, જેના પર ગવર્નરના અંતિમ નિર્ણયની રાહ જોવાઈ રહી હતી.