કેનેડાને ભારતથી રૂ. 63 હજાર કરોડ આવક

March 25, 2023

ભારતના ઘણા વિદ્યાર્થીઓનું સપનું કેનેડામાં અભ્યાસ અને નાગરિકતા પ્રાપ્ત કરવાનું હોય છે. દર વર્ષે લગભગ સવા બે લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. એટલું જ નહીં, દર વર્ષે કેનેડાની તિજોરીમાં
ફીના રૂપમાં લગભગ 63 હજાર કરોડ રૂપિયા જમા થાય છે. તેમ છતાં કેનેડાના વિઝા અધિકારીઓ ભારતીય વિદ્યાર્થીઓની કોલેજ વેરિફાઇ કરતા નથી. ચારથી પાંચ વર્ષ સુધી અભ્યાસ કર્યા બાદ જ્યારે તેઓ પીઆર (કાયમી
રહેઠાણ) અથવા નાગરિકતા માટે અરજી કરે છે ત્યારે કોલેજને બનાવટી કહીને ભારત પરત મોકલી દેવામાં આવે છે.

તાજેતરમાં 700 ભારતીય વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા છે, આ મુદ્દે બ્રેમ્પટનના સાંસદ શફકત અલીનું કહેવું છે કે તેઓ નકલી એજન્ટોને બ્લેકલિસ્ટ કરશે. કેનેડાની ટ્રાન્સઓરિએન્ટલ ઈમિગ્રેશન કંપનીના ડાયરેક્ટર મનીષ
શર્માનું કહેવું છે કે કેનેડાની સરકાર તેની જવાબદારીમાંથી છટકી શકે નહીં, વિદ્યાર્થીઓને પરત મોકલવા જોઈએ નહીં. બીજી તરફ ભાસ્કરની તપાસમાં ત્રણ મહત્ત્વની હકીકતો બહાર આવી છે જેમાં ભારતમાં એજન્ટોની
છેતરપિંડી, વિદ્યાર્થીઓએ લીધેલા શોર્ટકટ પગલાં અને કેનેડા સરકારની બેદરકારી.


કેનેડામાં અભ્યાસ પહેલાં કોલેજો તપાસી લેવી જોઇએ. કોલેજનું રેન્કિંગ, કોર્સ અને ઈમિગ્રેશન નિયમોને સારી રીતે જાણી લેવા જોઇએ.
કેનેડા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્ટ દ્વારા જ જાઓ. એજન્ટે જાતે ભરેલી વિગતો પણ તપાસો.
જો કોઈ એજન્ટ આઈલ્સમાં ઓછા સ્કોર હોવા છતાં કોલેજમાં એડમિશનનું વચન આપે તો સાવચેત રહો, બાદમાં વિઝા રદ થઈ શકે છે. છેતરપિંડીની મહત્ત્વની કડી...

સારું અંગ્રેજી ન જાણતા કેટલાક વિદ્યાર્થી નકલી એજન્ટોની જાળમાં ફસાય છે. કેનેડાની ફેન્શાવે કોલેજનો વિદ્યાર્થી સની બરાર કહે છે કે, એજન્ટો આઈએલટીએસમાં સાતના સ્કોર માટે રૂ. સાત લાખ માંગે છે. તે પાસ કરાવવાનું
પણ રેકેટ છે. કેટલીક કોલેજો સારા માર્ક્સની માર્કશીટ પણ આપે છે. સારી કોલેજમાં પ્રવેશનું આશ્વાસન આપી નાની કોલેજમાં ધકેલે છે.

કેનેડા આવતા કેટલાક વિદ્યાર્થી અભ્યાસના બદલે વર્ક પરમિટમાં વધુ રસ લે છે. કેનેડામાં વિદ્યાર્થીઓ દર સપ્તાહે 20 કલાક કામ કરી શકે છે. કેટલાક વિદ્યાર્થીઓ કામ કરતાં હોય છે અને રોકડમાં પેમેન્ટ લે છે.