કેનેડામાં ધોળા દિવસે ગોળીબારમાં ભારતીય મૂળના બિલ્ડર સહિત બે લોકોની હત્યા

April 10, 2024

કેનેડામાં આવેલા અલબર્ટા પ્રાંતમાં એક ચકચારી ઘટના સામે આવી છે. જ્યાં ધોળા દિવસે ભારતીય મૂળના એક જાહેર બાંધકામના કારોબારી અને એક અન્ય વ્યકિતની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. આ ગોળીબારમાં એક અન્ય વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારે સાંજે બની હતી. પોલીસે કહ્યું કે અધિકારીઓને અલબર્ટા પ્રાંતના કૈવનધ પાડોશમાં એક આવાસથી ગોળીબાર થયાની સૂચના મળી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઈમરજન્સી મેડિકલ સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓએ ઘટનાસ્થળે જઈ તાત્કાલિક ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડયા હતા. પરંતુ આ ચકચારી ગોળીબારમાં 49 વર્ષીય અને એક આધેડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો વળી એક શખ્સ ગંભીર રીતે ઘાયલ જણાતા તેને તાબડતોબ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત શખ્સના શરીરમાં ગંભીર ઈજાઓના નિશાન સ્પષ્ટ જોવા મળી રહ્યા હતા.

મંગળવાર અને બુધવારે બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મૃતક ભારતીયની ઓળખ બુટાસિંહ ગિલ તરીકે થઈ છે. જે પંજાબી સમુદાય સાથે મજબૂત સંબંધ ધરાવતો કન્સ્ટ્રક્શન કંપનીના માલિક છે. પૂર્વ સિટી કાઉન્સિલર મોહિન્દર બંગાએ સ્થળ પર જણાવ્યું હતું કે ગિલ હતો. અન્યને મદદ કરવા માટે જાણીતા હતા.

ભૂતપૂર્વ સિટી કાઉન્સિલર મોહિન્દર બંગાએ જણાવ્યું હતું કે આ વ્યક્તિએ તેના માર્ગમાંથી બહાર જઈને અને પોતાનું નુકસાન સહન કરીને દરેકને મદદ કરી. શા માટે કોઈ તેને નુકસાન કરશે? બંગાએ કહ્યું કે તે ગિલને સારી રીતે ઓળખે છે. રિપોર્ટમાં બંગાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, તેઓ ખૂબ જ ધાર્મિક અને મદદગાર વ્યક્તિ હતા, તેમણે દરેકને મદદ કરી હતી.