ચેમ્પિયન ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ
December 25, 2024
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC) એ આવતા વર્ષે પાકિસ્તાન દ્વારા યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સામે થશે. આ મેચ પણ દુબઈમાં જ રમશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે UAEની પસંદગી કરી હતી. તેથી ભારતીય ટીમ તેની તમામ મેચ યુએઈમાં જ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ લાહોરમાં રમાશે. પરંતુ જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો તે દુબઇમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. તમામ ટીમોને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપ-Aમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય ગ્રૂપ-Aમાં બે ટીમો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને ગ્રૂપ-Bમાં રાખવામાં આવ્યા છે.
ગ્રૂપ-A - પાકિસ્તાન, ભારત, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રૂપ-B - દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ
ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ
19 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. ન્યૂઝીલેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
20 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
21 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. દક્ષિણ આફ્રિકા, નેશનલ સ્ટેડિયમ, કરાચી
22 ફેબ્રુઆરી - ઑસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
23 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
24 ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિ. ન્યૂઝીલેન્ડ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
25 ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
26 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. ઈંગ્લેન્ડ, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
27 ફેબ્રુઆરી – પાકિસ્તાન વિ. બાંગ્લાદેશ, રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી
28 ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિ. ઓસ્ટ્રેલિયા, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
1 માર્ચ - દક્ષિણ આફ્રિકા વિ. ઈંગ્લેન્ડ, નેશનલ સ્ટેડિયમ, કરાચી
2 માર્ચ – ન્યૂઝીલેન્ડ વિ. ભારત, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
ક્યાં રમાશે ટુર્નામેન્ટની સેમિ ફાઈનલ અને ફાઈનલ મેચ
4 માર્ચ - સેમિ ફાઇનલ-1, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ
5 માર્ચ - સેમિ ફાઇનલ-2, ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
9 માર્ચ - ફાઈનલ - ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર
10 માર્ચ - રિઝર્વ ડે
Related Articles
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિડ્યૂલની કરી જાહેરાત, 10 ટીમો વચ્ચે થશે ટક્કર
ICCએ વનડે વર્લ્ડ કપ 2027ના ક્વૉલિફાયર શિ...
Aug 05, 2026
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિયામાં વાપસીની અટકળો પર ભુવનેશ્વર કુમારનો જવાબ
હવે મારા પર કોઈ પ્રેશર નથી...: ટીમ ઈન્ડિ...
Aug 04, 2026
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો! 104 વિકેટનું ઈનામ, ટીમ ઈન્ડિયાનું તેડું
બુમરાહ બહાર થતાં આકીબ નબીને મળી ગયો મોકો...
Aug 04, 2026
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-16, 21-16થી હરાવી 17 વર્ષની તન્વીએ સાઇના જેવી સિદ્ધિ મેળવી
તાઇપેઇ ઓપનમાં વિયેતનામની થુય લિન્હને 21-...
Aug 03, 2026
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપરાએ સિલ્વર અને યશ વીર સિંહે બ્રોન્ઝ જીત્યો
ભાલા ફેંકમાં ભારતને ડબલ સફળતા, નીરજ ચોપર...
Aug 01, 2026
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા ડે અને હર્ષ સિંહે અપાવ્યા બે ગોલ્ડ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો, અસ્મિતા...
Jul 31, 2026
Trending NEWS
11 August, 2026
11 August, 2026
10 August, 2026
10 August, 2026
10 August, 2026
10 August, 2026
10 August, 2026
10 August, 2026
10 August, 2026
10 August, 2026