Breaking News :
અમેરિકા મિડટર્મ ચૂંટણી : સર્વેમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને મોટો ઝટકો, ડેમોક્રેટ્સ આગળ, મતદાન શરૂ ઓમાનના દરિયામાં ભારતીય માલવાહક જહાજ પર હવાઈ હુમલો, ગુજરાતના યુવકનું મોત, 13 નાવિકોનો બચાવ પંજાબમાં મની લોન્ડરિંગ અને 5 કરોડની લાંચ કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી સુંદર શામ અરોરાના 16 ઠેકાણે EDના દરોડા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદની કાયાપલટ, રાજ્ય સરકારે રૂ. 40 હજાર કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની જાહેરાત કરી હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું

કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સત્તા પરિવર્તન: યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની વાપસી અને વી.ડી. સતીશન બન્યા નવા મુખ્યમંત્રી

May 18, 2026

કેરલમ વિધાનસભા ચૂંટણીમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટની કારમી હાર સાથે જ રાજ્યમાંથી ડાબેરી શાસનની વિદાય થઈ છે. હવે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટએ રાજ્યની 140 બેઠકોમાંથી 102 બેઠકો પર ઐતિહાસિક જીત નોંધાવતા નવો રાજકીય અધ્યાય શરૂ થયો છે. આ ભવ્ય વિજય બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી.ડી. સતીશને આજે તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે યોજાયેલા એક ઐતિહાસિક સમારોહમાં કેરલમના નવા મુખ્યમંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા છે. તેમની સાથે અન્ય 20 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા છે. આ 21 સભ્યોના નવા મંત્રીમંડળમાં અનુભવી અને યુવા ચહેરાઓનું અદ્ભુત સંતુલન રાખવામાં આવ્યું છે.

આ શપથગ્રહણ સમારોહના સાક્ષી બનવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત દેશભરના વિપક્ષી દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતૃત્વવાળા આ ગઠબંધને તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સીપીઆઈના નેતૃત્વવાળા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટને સત્તા પરથી હટાવીને પ્રચંડ બહુમતી મેળવી છે. 140 સભ્યોની વિધાનસભા બેઠકો માટે 9 એપ્રિલે મતદાન થયું હતું અને 4 મેના રોજ જાહેર થયેલા પરિણામોમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટને 102 બેઠકો મળી હતી, જ્યારે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટને માત્ર 35 બેઠકો અને ભાજપને 3 બેઠકો મળી શકી હતી.

ચૂંટણી પરિણામો બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં કોંગ્રેસ હાઈકમાન્ડને 11 દિવસનો સમય લાગ્યો હતો. આ રેસમાં વી.ડી. સતીશનની સાથે કે.સી. વેણુગોપાલ અને રમેશ ચેન્નીથલા જેવા દિગ્ગજ નેતાઓના નામ પણ ચર્ચામાં હતા. પરંતુ આખરે હાઈકમાન્ડે સતીશન પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. 61 વર્ષીય વી.ડી. સતીશને છેલ્લા પાંચ વર્ષથી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે શાનદાર ભૂમિકા ભજવી છે અને કેરલમમાં પાયાના સ્તરે કોંગ્રેસ સંગઠનને ફરીથી મજબૂત અને જીવંત કરવાનો શ્રેય પણ તેમને જ ફાળે જાય છે.