ચેન્નાઈ પાંચમીવાર આઈપીએલ ચેમ્પિયન, ગુજરાત સામે પાંચ વિકેટે વિજય

May 30, 2023

આઈપીએલની 16મી એડિશનનું સોમવારે સમાપન થયું. રવિવારે ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે રદ કરાયેલી ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ સોમવારે રમાઈ હતી. ફાઈનલ બીજા દિવસ ઉપર ઠેલવી પડી હોય એવી આ પ્રથમ ઘટના હતી. સોમવારે પણ રેપર કિંગ સહિતનાએ લોકોનું મનોરંજન કર્યું હતું.

ફિલ્મ અભિનેતા વિકી કૌશલ પણ મેચ જોવા પહોંચી ગયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતા ચાર વિકેટે 214 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આઈપીએલ ફાઈનલનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.

આ અગાઉ 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદે આઈપીએલ ફાઈનલમાં 20 ઓવરમાં 7 વિકેટે 208 રન નોંધાવ્યા હતા. પરંતુ વરસાદને કારણે મેચની ઓવર ઘટાડીને 15 કરાઈ હતી અને લક્ષ્યાંક 171 રનનો કરાયો હતો. ચેન્નાઈ તરફથી ગાયકવાડ અને કોન્વેએ 74 રનની મજબૂત ભાગીદારીનો પાયો નાખ્યો હતો. ચેન્નાઈએ 15મી ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.