Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી, ભારત કરવાનું છે મેજબાની

May 03, 2025

પહલગામ આતંકવાદી હુમલા બાદ દેશભરમાં શોક અને ગુસ્સો છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદથી ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે.  દરમિયાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે એક મોટી ભવિષ્યવાણી કરી છે.  સુનીલ ગાવસ્કર માને છે કે એશિયા કપમાં રમવું પાકિસ્તાન માટે લગભગ અશક્ય બની રહેશે. ભારત એની સાથે કોઈ સંબંધ નહીં રાખે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)નું ભવિષ્ય જોખમમાં છે.  ગાવસ્કરે કહ્યું કે પાકિસ્તાનને એશિયા કપમાંથી બહાર કરી દેવામાં આવી શકે છે. એટલું જ નહીં ACCને પણ ભંગ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારત એશિયા કપ 2025ની મેજબાની કરવાનું છે જે T20 ફોર્મેટમાં રમાશે.  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નું વલણ હંમેશા ભારત સરકાર કહે એ જ માનવાનું રહ્યું છે. તેથી મને નથી લાગતું કે એશિયા કપ મામલે કોઈ ફેરફાર થશે. ભારત અને શ્રીલંકા એશિયા કપના આ વખતના યજમાન છે, તેથી તે તેમના પર નિર્ભર કરે છે કે પાકિસ્તાન એશિયા કપનો ભાગ બનશે કે નહીં.