કર્ણાટકમાં બે-ત્રણ મહિનામાં જ CM બદલાશે : કોંગ્રેસ ધારાસભ્યના દાવાથી રાજકારણ ગરમાયું
June 29, 2025

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્રએ અટકળો ફગાવ્યા
કર્ણાટક કોંગ્રેસમાં સત્તા પરિવર્તન થવાની અટકળો તેજ થઈ ગઈ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી કે.એલ.રાજન્નાએ સપ્ટેમ્બર બાદ રાજ્યના રાજકારણમાં પરિવર્તનના સંકેત આપ્યા હતા, ત્યારે હવે કોંગ્રેસના ધારાસભ્યએ પણ આવા સંકેત આપતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ ધારાસભ્ય એચ.એ.ઈકબાલ હુસેને આજે (29 જૂન) દાવો કર્યો છે કે, ‘આગામી બે ત્રણ મહિનાની અંદર નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારને રાજ્યના મુખ્યમંત્રી બનવાની તક મળી શકે છે.’
પીટીઆઈના રિપોર્ટ મુજબ કોંગ્રેસ ધારાસભ્યએ કહ્યું કે, ‘તમામ લોકો જાણો છે કે, રાજ્યમાં કોંગ્રેસની જીત માટે કોણે સંઘર્ષ કર્યો અને કોણે પરસેવો વહાવ્યો છે. તેમની (શિવકુમારની) રણનીતિ અને કાર્યક્રમ ઈતિહાસ બની ગયા છે.’ જ્યારે હુસેનને પૂછવામાં આવ્યું છે કે, શું શિવકુમાર પાસે સીએમ બનવાની તક હતી, તો તેમણે કહ્યું કે, ‘હું અટકળો પર વિશ્વાસ રાખતો નથી. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, હાઈકમાન્ડ સ્થિતિ જાણે છે અને શિવકુમારને તક આપવા માટે યોગ્ય સમયે નિર્ણય લેશે.’ આ વર્ષે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા અંગે પૂછવામાં આવતા હુસેને કહ્યું કે, ‘કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે આગામી બે-ત્રણ મહિનાની અંદર નિર્ણય લઈ લેવાશે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્ર અને કોંગ્રેસ એમએલસી યતીન્દ્ર સિદ્ધારમૈયાએ મુખ્યમંત્રી બદલવાની અટકળોને રદીયો આપ્યો હતો. ત્યારે આ મુદ્દે હુસેને કહ્યું કે, ‘કોંગ્રેસ હાઈકમાન્ડે 2023 વિધાનસભા ચૂંટણી બાદ સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે અમે બધા દિલ્હીમાં એક સાથે બેઠા હતા.
Related Articles
સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કાર્ય શરૂ
સિયાચેનમાં હિમસ્ખલન, સેનાના ત્રણ જવાનો શ...
Sep 09, 2025
નેપાળમાં સંસદ અને રાષ્ટ્રપતિના ઘરમાં આગચંપી, ઠેર-ઠેર તોડફોડ અને હિંસા
નેપાળમાં સંસદ અને રાષ્ટ્રપતિના ઘરમાં આગચ...
Sep 09, 2025
ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશે આ સુવિધાઓ, લાખો રૂપિયા છે માસિક વેતન
ચૂંટણી જીતતા જ ભારતના ઉપરાષ્ટ્રપતિને મળશ...
Sep 09, 2025
ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ કેરિયર 'INS વિશાલ', 55 ફાઈટર જેટ લઈ જવાની ક્ષમતા
ભારત બનાવશે ન્યુક્લિયરથી લેસ એરક્રાફ્ટ ક...
Sep 09, 2025
બિહારમાં ચૂંટણી: બેઠકોની વહેંચણી મુદ્દે RJD-કોંગ્રેસમાં ખેંચતાણ? રાહુલ ગાંધીએ બેઠક બોલાવી
બિહારમાં ચૂંટણી: બેઠકોની વહેંચણી મુદ્દે...
Sep 09, 2025
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં 'ખેલ': આ પક્ષે NDAને સમર્થન આપતા એકઝાટકે વધી ગયા 11 વોટ
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં 'ખેલ': આ પક્ષે ND...
Sep 09, 2025
Trending NEWS

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025

09 September, 2025