Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં સિગારેટ પીવા મુદ્દે ટકોર કરાતાં મારામારી

January 28, 2025

અમદાવાદ : કોલ્ડ પ્લે કોન્સર્ટ દરમિયાન મોટેરામાં સ્ટેડિયમની અંદર આવેલા સ્ટેન્ડીંગ એરિયામાં એક યુવતી જાહેરમાં સિગારેટ પીતી હોવાથી તેને એક યુવતીએ ટકોર કરી હતી. જો કે સિગારેટ પી રહેલી યુવતીઓએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને ટકોર કરનાર યુવતી અને તેના પરિવારના સભ્યો સાથે મારામારી કરી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે. 
અમદાવાદના નવરંગપુરામાં આવેલી એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી અને મુળ બેચરાજીની રહેવાસી તૃષા શાહ તેના માતા પિતા સાથે કોલ્ડ પ્લે મ્યુઝીક કોન્સર્ટમાં આવી હતી. તેણે મુખ્ય ગ્રાઉન્ડમાં આવેલા સ્ટેન્ડીંગ એરિયાની ટિકિટ લીધી હતી. ત્યારે બે યુવતીઓ તેમની નજીકમાં સિગારેટ પીતી હોવાથી તૃષાએ બંનેને સિગારેટ ન પીવા માટેનું કહ્યું હતું. જો કે પહેલા બંનેએ તેની વાત માની નહોતી. ત્યારબાદ આસપાસના લોકોએ પણ ટકોર કરતા બંને દૂર જતી રહી હતી. 


થોડીવાર બાદ બંને યુવતીઓ એક યુવક સાથે આવી હતી અને તૃષા તેમજ તેના માતા પિતા સાથે ગેરવર્તન કરવાની સાથે મારામારી કરી હતી. જેમા તૃષાને મોં પર મુક્કો માર્યો હતો. જેથી આસપાસના લોકોએ પોલીસને બોલાવતા ત્રણેય જણા ત્યાંથી નાસી ગયા હતા. જો કે પોલીસે તેમને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. કોલ્ડ પ્લે કોન્સર્ટ દરમિયાન જાહેરમાં સિગારેટ પીને અનેક યુવક યુવતીઓએ દાદાગીરી કરી હતી અને તેમને ટકોર કરતા લોકો સાથે ગાળાગાળી કરી હોવાના કિસ્સા પણ બન્યા હતા.