રાજ્યમાં શાળામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધની વિચારણા
January 05, 2025
સુરત : મોબાઈલનું વળગણ નાની ઉંમરના બાળકોને વધતું જાય છે અને તેના પરીણામો ચોંકાવનારા આવી રહ્યા છે. રાજ્યામં એક પછી એક ઘટનાઓ એવી બની રહી છે. જેના કારણે બાળકોને મોબાઈલ આપવો કે નહીં તે એક ચર્ચાનો વિષય બન્યો છે. આ તમામ વચ્ચે આજે રવિવારે સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં માતાએ મોબાઇલ ફોન આપવાનો ઈન્કાર કરતા નારાજ થઈને ધોરણ આઠમાં અભ્યાસ પુત્રીએ ગળાફાંસો ખાઘો હતો. આ ઘટનાને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત તેમણે શાળામાં મોબાઈલ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ તેવી વાત કરી હતી અને તે અંગે તજજ્ઞો, વાલીઓ સહિતના લોકો સાથે વિચારણા કરાશે તેમ જણાવ્યું છે.
સુરતમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ આપઘાતની ઘટનાને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 'રાજ્ય શિક્ષણ વિભાગ પણ આ બાબતે ચિંતન કરી રહ્યું છે. રાજ્યની તમામ શાળામાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ લાવવા અંગે વિચારણા કરાઈ રહી છે. બાળકોની સાથે વાલીઓએ અને શિક્ષકોએ પણ તેનો કડક અમલ કરવો પડશે.'
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, 'નાના બાળકોને મોબાઈલની આદત પડી ગઈ છે, મા-બાપ મોબાઈલ આપી પોતાનું કામ કરે છે તે રેડ સિગ્નલ સમાન છે. આ એક સામુહિક ચિંતનનો વિષય છે. વાલીઓને વિનંતી કરું છું, નાના બાળકોને નાની ઉંમરમાં સ્માર્ટ અને મોંઘો ફોન ન આપવા જોઈએ. સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી વિચારી રહી છે. શાળામાં મોબાઇલ પ્રતિબંધ અંગે નિર્ણય લેવા પ્રયાસ કરાયો છે.
Related Articles
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 6 લોકોનાં મોત
ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત: ત્રાપજ નજીક ટ...
Oct 06, 2026
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા, આરોપી પ્રેમી ફરાર!
છાણભોઈમાં વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના...
Oct 04, 2026
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણાવી દીધી 'પુણ્યતિથિ
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી...
Oct 02, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉ...
Sep 30, 2026
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 2ના મોત, 10થી વધુ ઘાયલ
ગીર સોમનાથના ખાંભા-બેડીયા રોડ પર એસટી બસ...
Sep 30, 2026
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સની બસનો એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, 7 મુસાફરોએ જીવ ગુમાવ્યા
સુરતથી રાજસ્થાન જતી સાઈ દર્શન ટ્રાવેલ્સન...
Sep 30, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026