UNમાં નોકરી કરીને કમાયેલી જીવનભરની કમાણી દંપતીએ ગુમાવી, 15 કરોડનું ડિજિટલ ફ્રોડ
January 11, 2026
દિલ્હી ઃ સાયબર ઠગાઇનો એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો દિલ્હીના પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશમાંથી સામે આવ્યો છે. જ્યાં એક વૃદ્ધ દંપતીને ડિજિટલ અરેસ્ટ કરીને કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. ડૉ. ઓમ તનેજા અને તેમના પત્ની ડૉ. ઇન્દિરા તનેજા બંને સંયુક્ત રાષ્ટ્રમાં(UN) વર્ષો સુધી નોકરી કરી. અમેરિકામાં લાંબી કારકિર્દી બાદ તેઓ 2016માં ભારત પરત ફર્યા અને દિલ્હીમાં શાંતિમય જીવન પસાર કરી રહ્યા હતા. જોકે, હવે તેઓ 15 દિવસમાં જ 15 કરોડ રૂપિયા કરતા પણ વધારેની રકમ ગુમાવી ચૂક્યા છે.
24 ડિસેમ્બર 2025 ના રોજ આ વૃદ્ધ દંપત્તીને એક કોલ આવ્યો. ફોન કરનાર વ્યક્તિએ પોતાને દિલ્હી પોલીસના અધિકારી તરીકે ઓળખ આપી હતી. તે વ્યક્તિએ જણાવ્યું કે, તમારા આધારકાર્ડ સાથે લિંક થયેલા એક બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડ્રિંગ અને ડ્રગ ટ્રાફિકિંગ માટે થયો છે. તેની થોડી જ મિનિટો બાદ એક વીડિયો કોલ આવ્યો. સ્ક્રીન પર પોલીસની વર્દી પહેરીને બેઠેલો એક વ્યક્તિ, બેકગ્રાઉન્ડમાં દિલ્હી પોલીસનો લોગો અને ગંભીર ચહેરા વાળો કથિત અધિકારી અને ખેલ શરૂ થયો હતો.
સાયબર ઠગોએ ડૉક્ટર દંપત્તીને કહ્યું કે, તેઓ હવે ડિજિટલ એરેસ્ટ છે. ઘરની બહાર નીકળવાનું, કોઇને કોલ કરવો કે તેમનો વીડિયો કોલ કાપવો બધુ જ પ્રતિબંધિત છે અને તેને ગુનો ગણવામાં આવશે. તેમને સતત વીડિયો કોલ પર નજર બંધ રાખવામાં આવ્યા. આટલે જ આ બાબત અટકી નહીં. બીજા વીડિયો કોલમાં એક નકલી કોર્ટ, જજ પણ જોવા મળ્યો. કાળો કોટ, પાછળ કોર્ટ જેવો સેટઅપ અને દિવાલ પર તસ્વીરો. જાણે અસલી કોર્ટ જેવો માહોલ. ખુરશી પર બેઠેલા કથિત જજે કહ્યું કે, જો તમે સહયોગ નહી કરો તો તુરંત જ ધરપકડ થઇ જશે અને તમામ સંપત્તિ પણ જપ્ત થઇ જશે. દેશનો પહેલો એવો કિસ્સો પણ છે જેમાં નકલી પોલીસની સાથે સાથે નકલી કોર્ટ અને જજ પણ હાજર હતા.
જ્યારે ડૉક્ટર તનેજાને શંકા ગઇ ત્યારે તેમણે દિલ્હી પોલીસના એક સ્થાનિક SHO સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, તો સાયબર ઠગોએ તે અસલી પોલીસ અધિકારીને પણ ધમકાવ્યો હતો. નકલી જજે કહ્યું કે, આ મામલો સીધો સુપ્રીમ કોર્ટની નજર હેઠલ ચાલી રહ્યો છે અને સ્થાનિક પોલીસ આ મામલે દખલ ન કરે. જેથી તે અસલી પોલીસ અધિકારી પણ ગભરાઈ ગયો હતો. ડૉ. તનેજા સંપૂર્ણ રીતે તૂટી ચૂક્યા હતા. 24 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી ડૉક્ટર કપલ પોતાના જ ઘરમાં કેદીની જેમ રહ્યા. સાયબર ગુનેગારોએ તેને અલગ અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે મજબૂર કર્યા. ક્યારેક તપાસ માટેની ફી, ક્યારેક જામીન માટે, ક્યારેક કોર્ટ વેરિફિકેશનના નામે, ક્યારેક વકીલની ફીના નામે પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા.
દરેક વખતે નકલી દસ્તાવેજો દેખાડવામાં આવ્યા. અરેસ્ટ મેમો, કોર્ટના આદેશ, બેંક નોટિસ, સરકારી જેવી દેખાતા સીલ. બધુ જ નકલી પરંતુ ખુબ જ પ્રોફેશનલ. 15 દિવસમાં તેના એકાઉન્ટમાંથી 14.85 કરોડ રૂપિયા જતા રહ્યા. આ પૈસા જે તેમણે UN માં દશકોની મહેનતની કમાણી હતી.
Related Articles
ટેરિફના કારણે એક જ તમિલનાડુંમાં 30 લાખ લોકોની નોકરી જશે ઃ પીએમને સીએમનો પત્ર
ટેરિફના કારણે એક જ તમિલનાડુંમાં 30 લાખ લ...
Jan 11, 2026
POCSO એક્ટમાં આવશે 'રોમિયો-જ્યુલિયટ ક્લોઝ'? સુપ્રીમ કોર્ટ રાહત આપવાના મૂડમાં!
POCSO એક્ટમાં આવશે 'રોમિયો-જ્યુલિયટ ક્લો...
Jan 11, 2026
Grokએ અશ્લીલ કન્ટેન્ટ ફેલાવતા 600થી વધુ એકાઉન્ટ્સ ડિલીટ કર્યા
Grokએ અશ્લીલ કન્ટેન્ટ ફેલાવતા 600થી વધુ...
Jan 11, 2026
કેરળમાં કોંગ્રેસે કાઢી મૂકેલા ધારાસભ્યની ધરપકડ, યૌન શોષણના 3 કેસ બાદ કાર્યવાહી
કેરળમાં કોંગ્રેસે કાઢી મૂકેલા ધારાસભ્યની...
Jan 11, 2026
ભાજપ સાથે વાત થઈ ગઈ છે, અન્ય નેતાઓને મહત્ત્વ નથી આપતો: અજિત પવાર
ભાજપ સાથે વાત થઈ ગઈ છે, અન્ય નેતાઓને મહત...
Jan 11, 2026
રસુલપરામા શેરડીના ખેતરમાં શ્રમિકને દીપડાએ ફાડી ખાધો
રસુલપરામા શેરડીના ખેતરમાં શ્રમિકને દીપડા...
Jan 11, 2026
Trending NEWS
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026