મહારાષ્ટ્રમાં ગાયને રાજ્યમાતા જાહેર કરાઈ, શિવસેના ગઠબંધનવાળી સરકારે કરી જાહેરાત
September 30, 2024

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ગાયને રાજ્ય માતા તરીકે જાહેર કરી છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય સંસ્કૃતિ અને વૈદિક કાળમાં ગાયને મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેને ધ્યાનમા રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શિંદે સરકારે આ સાથે એમ પણ કહ્યું કે, દેશી ગાયનું દૂધ માનવ આહાર માટે વિશેષ યોગ્ય છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પંચગવ્ય સારવાર પદ્ધતિ, ગૌમૂત્ર સજીવ ખેતી પદ્ધતિમાં તેનું ખૂબ મહત્ત્વ છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે હવેથી ગાયને 'રાજ્ય માતા' જાહેર કરવામાં આવ્યા છે.
હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવાની પરંપરા આદિકાળથી ચાલી આવે છે. આ સિવાય તેનું દૂધ, મૂત્ર અને છાણ પવિત્ર માનવામાં આવે છે, અને તેનો આયુર્વેદ ચિકિત્સા ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ગાયનું દૂધ માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, જ્યારે ગૌમૂત્રથી ઘણી બીમારીઓ દૂર કરવાનો દાવો કરવામાં આવે છે.
Related Articles
3 લાખ 20 હજાર શ્રદ્ધાળુઓએ અમરનાથના દર્શન કર્યા
3 લાખ 20 હજાર શ્રદ્ધાળુઓએ અમરનાથના દર્શન...
Jul 21, 2025
ઉત્તરાખંડના ભારે વરસાદનું એલર્ટ, સ્કુલો બંધ રાખવા આદેશ અપાયો
ઉત્તરાખંડના ભારે વરસાદનું એલર્ટ, સ્કુલો...
Jul 21, 2025
કૈલાશ માનસરોવર યાત્રાના કારણે ભારત-ચીન સંબંધોને મળશે નવી ઉર્જા
કૈલાશ માનસરોવર યાત્રાના કારણે ભારત-ચીન સ...
Jul 21, 2025
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સુરક્ષાદળો અ...
Jul 20, 2025
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સંચાલિત આતંકી નેટવર્કનો પર્દાફાશ, 10 દરોડામાં 10ની અટક
જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સંચાલિત આતંકી...
Jul 20, 2025
પ્લેન ક્રેશ અંગે અમેરિકન મીડિયાના રિપોર્ટને ઉડ્ડયન મંત્રીએ ફગાવ્યો
પ્લેન ક્રેશ અંગે અમેરિકન મીડિયાના રિપોર્...
Jul 20, 2025
Trending NEWS

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025

20 July, 2025