Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

અમેરિકામાં કેન્ટુકી ચર્ચમાં અંધાધૂંધ ગોળીબાર, બે મહિલાના મોત, હુમલાખોર પણ ઠાર

July 14, 2025

અમેરિકાના કેન્ટુકી સ્ટેટના એક ચર્ચામાં અંધાધૂંધ ગોળીબાર કરાયાની ઘટના સામે આવી છે. એક બંદૂકધારી હુમલાખોરે અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી જેમાં બે મહિલાઓના મોત નીપજ્યા હતા. જોકે બાદમાં પોલીસે હુમલાખોરને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો. અધિકારીઓએ કહ્યું કે લક્સિંગટનના રિચમંડ રોડ બાપટિસ્ટ ચર્ચમાં બે મહિલાઓ મૃત્યુ પામી હતી. જોકે અન્ય બે પુરુષ પણ ઈજાગ્રસ્ત થયા હતા જેમાંથી એકની હાલત ગંભીર જણાવાઈ રહી છે.  પોલીસે આપેલી માહિતી અનુસાર શંકાસ્પદ હુમલાખોરએ એરપોર્ટની નજીક એક સૈનિકને ગોળી મારી તેને ઈજાગ્રસ્ત કરી દીધો હતો અને પછી તેનું વાહન ઝૂંટવીને ચર્ચની તરફ ભાગ્યો હતો. પોલીસે તેનો પીછો કર્યો અને ચર્ચમાં તેને ગોળી ધરબી દીધી હતી. લક્સિંગટન પોલીસ વિભાગે કહ્યું કે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવું લાગે છે કે શંકાસ્પદ હુમલાખોર ચર્ચમાં અમુક લોકોને જાણતો હતો.