દિલ્હીના CMને જાનથી મારી નાંખવાની ધમકી આપનારો ઝડપાયો

June 07, 2025

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનથી મારી નાંખવાની ધમકી આપનારો ઝડપાયો છે. દિલ્હી અને ગાઝિયાબાદ પોલીસની સંયુક્ત ટીમ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. કોતવાલી વિસ્તારનો શ્વોક ત્રિપાઠી નામનો શખ્સ ઝડપાયો છે. હાલ તેને દિલ્હી પોલીસને સોંપી દેવાયો છે. દિલ્હી પોલીસ આરોપીને કસ્ટડીમાં લઇ જઇને વધુ પૂછપરછ હાથ ધરી રહી છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે આરોપીએ દારૂના નશામાં પત્ની સાથે ઝઘડો થયો હતો. અને તે દારૂના નશામાં  જ કોલ કરીને ધમકી આપી દીધી હતી. તેનું સરનામુ ગોરખપુરમાં રજિસ્ટર્ડ હતુ. પોલીસે જણાવ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાનકી મારી નાંખવાની ધમકી મળી હતી. જે બાદ પોલીસ તપાસમાં જોડાઇ હતી.

હાલ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. તેણે પત્ની સાથે લડાઇ પછી નશામાં આવીને કોલ કર્યો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ગઇકાલે બપોરે સીએમને જાનથી મારી નાંખવાની ધમકી મળી હતી. જો કે 24 કલાક થતા પહેલા જ આરોપી પોલીસ પકડમાં આવી ગયો છે.