અમેરિકામાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ખેર નહીં, મગરથી ઘેરાયેલા વિસ્તારમાં બનાવશે ડિટેન્શન સેન્ટર!
June 27, 2025
ફ્લોરિડા : અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસેલા ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનું ડોનાલ્ડ ટ્રમ્પનું ડિપોર્ટેશન અભિયાન સતત ચાલુ જ છે. હવે અહેવાલો છે કે, ટ્રમ્પ સરકાર ફ્લોરિડા રાજ્યમાં એક વિશાળ ડિટેન્શન સેન્ટર બનાવી રહી છે, જે ત્યાંની વિષમ પરિસ્થિતિને લીધે ‘એલિગેટર અલ્કાટ્રાઝ’ નામે ચર્ચાને ચકડોળે છે. ચાલો, જાણીએ કે અમેરિકામાં વિરોધનો વંટોળ જગાવી રહેલું આ ડિટેન્શન સેન્ટર છે શું.
ફ્લોરિડા રાજ્યના દક્ષિણે જમીનનો એક વિશાળ પટ ખાલી પડેલો છે. અહીં એક રન-વે છે જે પાયલટોને વિમાનના ટેકઓફ અને લેન્ડિંગ માટેની ટ્રેનિંગ આપવા માટે વપરાય છે. આ વિસ્તારનું વાતાવરણ ભેજવાળું છે, જમીન કળણવાળી છે અને એવી જમીનમાં રહે છે ખૂબ બધા મગરમચ્છ! હા, મગરમચ્છ. જેના કારણે આ વિસ્તાર ખૂબ જ ખતરનાક ગણાય છે. આવા, જીવનું જોખમ ધરાવતા સ્થળે અમેરિકન સરકાર મોટું ડિટેન્શન સેન્ટર બનાવવાની છે. એટલું મોટું કે એમાં લગભગ પાંચ હજાર અટકાયતીઓને રાખી શકાય.
તાજેતરમાં ફ્લોરિડાના એટર્ની જનરલ જેમ્સ ઉથમેઇઅર દ્વારા X પર એક વીડિયો પોસ્ટ મૂકી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘આ ડિટેન્શન કેન્દ્રમાં બહુ ઓછી સુવિધા અપાશે. અહીં સુરક્ષા વ્યવસ્થા પણ નામ માત્રની હશે. તેથી જો કોઈ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અહીંથી ભાગવાનો પ્રયાસ કરશે તો પણ તે સફળ નહીં થાય કારણ કે ડિટેન્શન સેન્ટરની આસપાસ સ્વેમ્પ (કળણ) અને તેમાં મગરો છે. આ ઉપરાંત ત્યાં અજગર અને ઝેરી સાપ પણ મોટી સંખ્યામાં છે. આ સેન્ટર ખતરનાક પ્રાણીઓથી ઘેરાયેલા કિલ્લા જેવું છે, જ્યાંથી બહાર નીકળતાની સાથે જ જીવ બચાવવો મુશ્કેલ બની જશે.
Related Articles
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી....
Jul 08, 2026
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ...
Jul 07, 2026
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ્રી, પુતિન-ઝેલેન્સ્કીને ફોન કરી આપી મોટી ઓફર
રશિયા-યુક્રેન યુદ્ધમાં ફરી ટ્રમ્પની એન્ટ...
Jul 05, 2026
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ્પનો ઈરાન અંગે દાવ
અમારી શરતો માની લેવાઈ છે .' ડોનાલ્ડ ટ્રમ...
Jul 03, 2026
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજને કારણે 46 ડિગ્રી તાપમાનનો અનુભવ, 6 કરોડ લોકો માટે એલર્ટ જાહેર
અમેરિકામાં આકરી ગરમીનો પ્રકોપ: અસહ્ય ભેજ...
Jul 01, 2026
Trending NEWS
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026
05 July, 2026
05 July, 2026
05 July, 2026