સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળી ધજા ડેમ ઓવરફ્લો, 10થી વધુ ગામને એલર્ટ કરાયા

September 20, 2023

સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો છે. જેમાં નર્મદાનું પાણી છોડાતા ધોળી ધજા ડેમમાં ઓવરફ્લો થયો છે. ધોળી ધજા ડેમ 91.25 ટકા ભરાયો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. 10થી વધુ ગામોને નદીના પટમાં અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે.

જિલ્લાનો સૌથી મોટો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો છે. ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવતા ડેમ ઓવરફ્લો થયો છે. તેમાં ધોળી ધજા ડેમ 91.25 ટકા ભરાયો છે. ડેમ ઓવફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ડેમમાં પાણી વધવાની શક્યતા રહેલી હોવાથી નીચાણવાળા વિસ્તારના સુરેન્દ્રનગરના વઢવાણ, ખમીસણા, મેમકા, સાકરી, ભડીયાદ, શિયાણી, જાંબુ, પનાળા સહિતના 10થી વધુ ગામને એલર્ટ કરાયા છે.