અફઘાનિસ્તાનમાં ફરી ભૂકંપ, 6.3ની તીવ્રતાનો ભૂકંપ, 7 લોકોના મોત

November 03, 2025

અફઘાનિસ્તાનમાં ફરી એક વખત ધરા ધ્રુજી ઉઠી છે. 3 નવેમ્બર સોમવારના દિવસે સવારના સમયે જોરદાર ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજીકલ સર્વે અનુસાર રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાવા પામી હતી. રિપોર્ટ પ્રમાણે ભૂકંપમાં અનેક લોકોના મોતના અહેવાલ છે. સ્થાનિય અધિકારીઓ અનુસાર ભૂકંપમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત નીજપજ્યા છે. આ ભૂકંપ અફઘાનિસ્તાનના ઉત્તરી ભાગમાં આવ્યો છે. જ્યારે આજથી લગભગ બે મહિના પહેલા દેશના પૂર્વી ભાગમાં આવેલા 2200થી વધારે લોકો મોતને ભેટ્યા હતા.

USGS અનુસાર 3 નવેમ્બરે આવેલા ભૂકંપનુ કેન્દ્ર મજાર એ શરીફ શહેરની પાસે ખોલ્મમાં જમીનની 28 કિમી અંદર પર જોવા મળ્યુ છે. એક રિપોર્ટ અનુસાર આ ભૂકંપના આંચકા છેક રાજધાની કાબુલ સુધી મહેસૂસ થયો છે. મજાર-એ-શરીફમાં અનેક લોકો અડધી રાત્રે રસ્તાઓ પર દોડી આવ્યા. તેમને ડર હતો કે તેમનુ ઘર પડી ન જાય.

આ ભૂકંપ સ્થાનીય સમયઅનુસાર સોમવારે સવારે તડકે મજાર એ શરીફ શહેર અને ખુલ્મ શહેરની આસપાસ આવ્યો છે. ઉત્તરી બલ્ખ પ્રાંતની રાજધાની મજાર એ શરીફ ઉત્તરી અફઘાનિસ્તાનમાં સૌથી વધારે આબાદી વાળા શહેરમાંથી એક છે. મજાર એ શરીફમાં જ્યારે જોરદાર ભૂકંપના આચંકા આવ્યા ત્યારે લોકો ડરના માર્યા ઘરોની બહાર દોડી આવ્યા. હજુ પણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે.