મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપના એંધાણ! ઠાકરે બંધુઓ હાથ મિલાવે તો બદલાઈ જશે સમીકરણ
April 20, 2025
મુંબઈ- મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઠાકરે બંધુ ચર્ચામાં છે. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે અને તેના પિતરાઈ ભાઈ MNS (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) ચીફ રાજ ઠાકરેની સાથે આવવાની ચર્ચા તેજ થઈ રહી છે. જોકે, આ સંભાવના નિવેદનબાજી પર આધારિત છે. ઠાકરે પરિવારનો વિવાદ ખતમ થઈ ગયો કે શું? તે વિષય પર પણ વિશ્લેષણો થઈ રહ્યા છે. બંને ભાઈના હાથ મિલાવવાની સંભાવના પાછળ કોઈ રાજકીય મજબૂરી છે કોઈ બીજું સમીકરણ છે જે બંનેને પોતાના મતભેદ ભૂલવા મજબૂર કરી રહ્યું છે તે વિશે અટકળો ચાલી રહી છે.
હકીકતમાં, મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનો દબદબો માનવામાં આવે છે. ખાસ કરીને મુંબઈ અને મરાઠવાડાના શહેરી વિસ્તારોમાં તેમની પકડ આજે પણ મજબૂત માનવામાં આવે છે. ઠાકરે પરિવારનો આધાર મરાઠી અસ્મિતા, હિન્દુત્વ અને શહેરી વોટબેન્ક પર રહ્યો છે. શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ બાલ ઠાકરેના દીકરા છે. જોકે, ઉદ્વવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેને બાલ ઠાકરેની શૈલીવાળા લોકપ્રિય નેતાના રૂપે માનવામાં આવે છે. વર્ષ 2006માં બંને ભાઈઓ વચ્ચે મતભેદના કારણે વિવાદ થયો અને બંનેના રસ્તા અલગ થઈ ગયા. રાજ ઠાકરેએ શિવસેનાથી અલગ થઈને MNS બનાવવામાં આવી. યુવાઓ અને આક્રામક ભાષણોને કારણે રાજ ઠાકરે લોકપ્રિય થયા, પરંતુ પોતાની પાર્ટી ક્યારેય શિવસેના જેટલી મોટી ન બની શકી. હાલ વિધાનસભા ચૂંટણીમાં તે ખાતું પણ નથી ખોલાવી શક્યા અને પાર્ટી પર સિમ્બોલ ગુમાવવાનું જોખમ પણ ઊભું થયું છે. હાલ રાજ ઠાકરેનું વલણ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ પર કેન્દ્રિત છે.
બીજીબાજુ, 2019માં ઉદ્ધવ ઠાકરેએ ભાજપથી અલગ થઈને મહાવિકાસ અઘાડીની સરકાર બનાવી હતી. આ ગઠબંધનમાં NCP અને કોંગ્રેસ પ્રમુખ રૂપ હતી. આ બંને પાર્ટી એક સમયે શિવસેનાના વિચારધારાની વિરોધી હતી. આ જ કારણે અમુક હિન્દુત્વ સમર્થકોમાં નારાજગી જોવા મળી છે. જેની અસર ચૂંટણીમાં પણ જોવા મળી. એકનાથ શિંદેએ 2022માં બળવો કર્યો અને 40થી વધારે ધારાસભ્યો સાથે એનડીએનો ભાગ બની ગયા. ભાજપના સમર્થનથી શિંદે મુખ્યમંત્રી બન્યા. હવે તે શિવસેનાના નામ અને ચૂટણી ચિહ્નના કાયદેસર દાવેદાર છે. હકીકતમાં તેમનું જૂથ ઠાકરે પરિવારના પ્રભાવને ચેલેન્જ કરી રહ્યા છે. શિંદે જૂથ શિવસેનાની પારંપારિક વોટ બેન્ક (ઠાકરે પરિવાર)માં સીધો પ્રભાવ પાડી રહ્યા છે. હાલ, મહારાષ્ટ્રના રાજકારણમાં ત્રિકોણીયું બની ગયું છે. ઉદ્ધવ ઠાકરે (શિવસેના-યુબીટી), રાજ ઠાકરે (MNS) અને એકનાથ શિંદે (EC પાસેથી માન્યતા પ્રાપ્ત શિવસેના). ત્રણેય મરાઠી અસ્મિતા અને હિન્દુત્વની અલગ-અલગ વ્યાખ્યા કરી રહ્યા છે અને વોટબેન્કની ખેંચતાણ આ પરિવારની અંદર ચાલી રહ્યું છે.
Related Articles
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જાતીય શોષણનો આરોપ મૂકતાં ખળભળાટ
JNUના પ્રોફેસર સામે 10 વિદ્યાર્થિનીઓએ જા...
Sep 06, 2026
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય કુમારનું હાર્ટ એટેકથી નિધન
ઝારખંડમાં CM હેમંતના ખાસ મંત્રી સુદિવ્ય...
Sep 06, 2026
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, નોટિફિકેશન જાહેર
દેશની 8 હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ બદલાયા, ન...
Sep 06, 2026
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધા બાદ 9 લોકોના મોત
મધ્યપ્રદેશમાં લઠ્ઠાકાંડ, રાત્રે દારૂ પીધ...
Sep 06, 2026
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ આઝાદના ઘરે પથ્થરમારો
સ્વતંત્ર ભારદ્વાજને જેલમાં ધકેલનાર નિશુ...
Sep 06, 2026
મણિપુરમાં સરકાર પર સંકટના વાદળો, બે નાયબ મુખ્યમંત્રી વચ્ચે વધ્યું ટેન્શન! ભાજપ માટે ચિંતાનો વિષય
મણિપુરમાં સરકાર પર સંકટના વાદળો, બે નાયબ...
Sep 06, 2026
Trending NEWS
05 September, 2026
05 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
04 September, 2026
03 September, 2026