આર્મીના હેલિકોપ્ટરનું માંડવીમાં ઇમર્જન્સી લેન્ડિંગ, 5 જવાનનો આબાદ બચાવ
December 01, 2023

સુરત: ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હેલિકોપ્ટર માં ટેક્નિક ખામી સર્જાતા સુરતના માંડવી ખાતે આવેલા ગ્રાઉન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનો જોવા કૃતુહલવશ થઈ લોક ટોળાઓ ઉમટી પડ્યા હતા.
સુરતના માંડવી ખાતે ઇન્ડિયન આર્મીના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. માંડવીના સઠવાવ ગ્રાઉન્ડ ખાતે હેલિકોપ્ટર નું લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કોઈ કારણ સર હેલિકોપ્ટરમાં ટેક્નિક ખામી સર્જાઈ હતી. અને તેને લઈને ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ઇન્ડિયન આર્મીનું આ હેલિકોપ્ટરે નાસિક પુના ઇન્ડિયા સાઉથ સદન ખાતેથી ઉડાન ભરી હતી. હેલિકોપ્ટરે નાસિકથી જોધપુર જઈ રહ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.
નાસિકથી જોધપુર જતા સમયે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. ત્યારે પાયલોટ દ્વારા સમય સુચકતા વાપરી ઈમરજન્સી લેન્ડિંગ માટે કન્ટ્રોલમાં મદદ માંગવામાં આવી હતી. ત્યારે સુરત ગ્રામ્યના માંડવી વિસ્તારમાં ત્રણ જેટલા હેલિપેડ આવ્યા હોય. માંડવી વિસ્તારના હેલિકોપ્ટર દ્વારા 10 જેટલા રાઉન્ડ લગાવ્યા બાદ સઠવાવ ખાતે આવેલા ગ્રાઉડ ખાતે સફળતા પૂર્વક હેલિકોપ્ટર લેન્ડ કરાવ્યું હતું. આર્મીના આ હેલિકોપ્ટરમાં 1 પાયલોટ સાથે અન્ય 5 જવાનો સવાર હતા. સફળતા પૂર્વક થયેલ લેન્ડિંગને લઈને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઇમરજન્સી લેન્ડિંગ કરેલ હેલિકોપ્ટરની મદદ અર્થે અન્ય હેલિકોપ્ટરનું પણ ગ્રાઉન્ડ ખાતે ઉતારવામાં આવ્યું હતું. ત્યારબાદ જરૂરી સૂચન બાદ આર્મીનું એક હેલિકોપ્ટર સ્થળ પરથી રવાના કરાયું હતું.
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

07 May, 2025