ધૂળની ડમરી અને તોફાનને લીધે રાયપુરથી દિલ્હી જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
June 02, 2025

ખરાબ વાતાવરણને કારણે ઘણી વખત હવામાં ઉડતી ફ્લાઇટના ઇમર્જન્સી લેન્ડીંગ કરાવવા પડે છે. તો ક્યારેક દુર્ઘટના પણ સર્જાય છે. આવા જ એક સમાચાર રાયપુરથી મળ્યા છે. રાયપુરથી દિલ્હી જઇ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટને દિલ્હી એરપોર્ટ પર લેન્ડીંગના થોડા સમય પહેલા જ એક ભયાનક ટર્બ્યુલન્સનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ વાતાવરણને કારણે અચાનક આવેલી ધૂળની ડમરી વચ્ચે ઇન્ડિગોની ફ્લાઇટ ફસાઇ હતી.
આ તોફાન એટલુ ખરાબ હતુ કે ઇન્ડિગોની ફ્લાઇટને હવામાં ગોળ ગોળ ચક્કર મારવા પડ્યા જ્યાં સુધી વાતાવરણ સાફ ન થયુ ત્યાં સુધી ફ્લાઇટમાં સવાર તમામ લોકોના જીવ પડીકે બંધાયા હતા. જો કે હવામાન સાફ થતાની સાથે જ વિમાનને સુરક્ષિત રીતે નીચે ઉતારી શકાયુ અને તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાયપુરથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટને રવિવારે ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જો કે સદ્ભાગ્યે કોઇ દુર્ઘટના થઇ નહી અન વિમાનને સુરક્ષીત રીતે નીચે ઉતારી શકાયુ. જ્યારે વિમાન ટચ ડાઉન કરી રહ્યુ હતુ ત્યારે ભારે પવન અને ધુળની ડમરીઓને જોતા જ પાયલોટે વિમાનનું લેન્ડિંગ અટકાવી દીધુ હતુ. અને પ્લેનને ઉપર લઇ ગયો હતો. આકાશમાં ચક્કર લગાવતુ રહ્યુ વિમાન જ્યાં સુધી વાતાવરણ સ્વચ્છ ન થયુ. આ દરમિયાન મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
Related Articles
શુભાંશુ શુક્લાએ સ્પેસ સ્ટેશનથી ઈસરો ચીફ સાથે કરી વાત
શુભાંશુ શુક્લાએ સ્પેસ સ્ટેશનથી ઈસરો ચીફ...
Jul 08, 2025
બિહારના પૂર્ણિયામાં એક જ પરિવારના 5 સભ્યોની હત્યા, પોલીસ તપાસ શરુ
બિહારના પૂર્ણિયામાં એક જ પરિવારના 5 સભ્ય...
Jul 08, 2025
ટ્રેક પાર કરતી સ્કૂલ બસને ટ્રેને ટક્કર મારી, બે બાળકોના દુઃખદ મોત
ટ્રેક પાર કરતી સ્કૂલ બસને ટ્રેને ટક્કર મ...
Jul 08, 2025
મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની બોટ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ, શોધખોળ શરૂ
મહારાષ્ટ્રના દરિયાકાંઠે દેખાઈ પાકિસ્તાની...
Jul 07, 2025
ઓપરેશન સિંદૂર બાદ રાફેલ અંગે ચીને અફવા ફેલાવી હતી, ફ્રાન્સના ગુપ્ત રિપોર્ટમાં ખુલી પોલ
ઓપરેશન સિંદૂર બાદ રાફેલ અંગે ચીને અફવા ફ...
Jul 07, 2025
વિદ્યાર્થિનીને મદદની યોગીની ખાતરી છતા શાળાએ ફી માફ ના કરતા વિવાદ
વિદ્યાર્થિનીને મદદની યોગીની ખાતરી છતા શા...
Jul 07, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025

07 July, 2025