સદી ફટકાર્યા બાદ પણ ઋતુરાજ ગાયકવાડના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો, કે.એલ રાહુલ સાથે આ લીસ્ટમાં થયો સામેલ

November 29, 2023

સદી ફટકાર્યા બાદ પણ ઋતુરાજ ગાયકવાડના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો, કે.એલ રાહુલ સાથે આ લીસ્ટમાં થયો સામેલ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે ગુવાહાટીના બરસાપાર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી T20 ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે ભારત હજુ પણ સિરીઝમાં 2-1થી આગળ છે. આ મેચમાં ઋતુરાજ ગાયકવાડે 57 બોલમાં 123 રન બનાવ્યા હતા. ભારત તરફથી સદી ફટકાર્યા બાદ પણ ઋતુરાજના નામે આ મેચમાં એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. ઋતુરાજ ગાયકવાડે T20માં તેની પ્રથમ સદી ફટકારી હતી. તેમ છતાં તેના નામે એક અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો હતો. કે.એલ રાહુલ બાદ ઋતુરાજ એકમાત્ર એવો બેટ્સમેન બની ગયો છે જે T20 અને IPLમાં પ્રથમ સદી ફટકારીને પણ ટીમને જીત અપાવી શક્યો ન હતો. રુતુરાજે આ પહેલા CSK માટે IPL 2021માં રાજસ્થાન રોયલ્સ સામે 101 રનની નોકઆઉટ ઇનિંગ રમી હતી. પરંતુ તે મેચમાં CSKને હારનો સમાનો કરવો પડ્યો હતો.જયારે કે.એલ રાહુલે IPLમાં તેની પ્રથમ સદી પંજાબ કિંગ્સ માટે રમતા સમયે ફટકારી હતી. તે મેચ મુંબઈ ઇન્ડિયન્સે 3 વિકેટથી જીતી હતી. કે.એલ રાહુલે તે મેચમાં 100 રન બનાવ્યા હતા. તેણે પ્રથમ T20I સદી વેસ્ટ ઇન્ડિઝ સામે ફટકારી હતી. વેસ્ટ ઇન્ડિઝ સામે વર્ષ 2016માં રમાયેલી એક મેચમાં કે.એલ રાહુલે અણનમ 110 રન બનાવ્યા હતા. પરંતુ તે મેચ ભારત 1 રનથી હારી ગયું હતું.