કારોબારના ત્રીજા દિવસે પણ માર્કેટમાં ઘટાડો, સેન્સેક્સ -નિફ્ટી તૂટીને ખુલ્યા

November 13, 2024

ભારતીય શેરબજાર આજે 13મી નવેમ્બરે સેન્સેક્સ 250 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 78,420ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 120 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે, તે 23,750ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 ઘટી રહ્યા છે અને 9 વધી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 42 ઘટી રહ્યા છે અને 8 વધી રહ્યા છે. NSEના તમામ સેકટોરિયલ ઈન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સ્થાનિક શેરબજાર ફરી લાલ નિશાનમાં ખુલ્યું હતું. બેન્ચમાર્ક ઈન્ડેક્સ નુકસાન સાથે વેપાર શરૂ કર્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ઈન્ડેક્સ સેન્સેક્સ સવારે 9.30 વાગ્યે 83.63 પોઈન્ટના ઘટાડા સાથે 78591.55ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (નિફ્ટી) એનએસઈ પણ 59.9 પોઈન્ટના ઘટાડા સાથે 23823.55ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

નિફ્ટીમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ, હીરો મોટોકોર્પ, એમએન્ડએમ, મારુતિ સુઝુકી, ટાટા સ્ટીલ સૌથી વધુ ઘટેલા છે, જ્યારે ભારતી એરટેલ, ટાઇટન કંપની, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક અને એસબીઆઈ લાભાર્થીઓમાં છે. બેન્ક, ઓટો, કેપિટલ ગુડ્ઝ, ફાર્મા, રિયલ્ટી અને મીડિયા સિવાયના સેક્ટરમાં 1-1 ટકાના ઘટાડા સાથે રેડમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1-1 ટકા ઘટ્યા હતા.