લાલુ યાદવ સહિત પરિવારની વધી મુશ્કેલી, EDએ સમન્સ પાઠવ્યુ

March 18, 2025

જમીનના બદલામાં નોકરીઓ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવ અને તેમના પરિવારની મુશ્કેલીઓ ફરી એકવાર વધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બિહારના લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારના કેટલાક સભ્યોને સમન્સ પાઠવી મંગળવારે પૂછપરછ માટે બોલાવ્યા છે.

લાલુ યાદવને કાલે પટના સ્થિત ઝોનલ ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આ કેસ કથિત જમીનને બદલે-નોકરી કૌભાંડ સાથે જોડાયેલો છે, જેમાં મની લોન્ડરિંગના આરોપો છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે EDના સમન્સ પર લાલુ યાદવ હાજર થશે કે નહી. તાજેતરમાં જ તેમના પુત્ર તેજ પ્રતાપ અને પુત્રીને કોર્ટમાંથી જામીન મળ્યા છે. તે દરમિયાન કોર્ટે લાલુને હાજર ન રહેવા બદલ મુક્તિ આપી હતી.