પાકિસ્તાનના દક્ષિણ વજિરિસ્તાનમાં શાંતિ બેઠક દરમિયાન વિસ્ફોટ, 7 લોકોના મોત

April 29, 2025

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સોમવારે શાંતિ સમિતિના કાર્યાલયમાં મોટો વિસ્ફોટ થયો છે. આ શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં 7 લોકોના મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે. આ વિસ્ફોટ દક્ષિણ વજિરિસ્તાન જિલ્લાના મુખ્ય મથક વાનામાં સ્થાનિક શાંતિ સમિતિના કાર્યાલયમાં થયો હતો. જો કે હજુ સુધી કોઈ જૂથે વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી.

વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઓફિસની ઈમારત પણ ધરાશાયી થઈ ગઈ છે અને ઘણા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે. ઘટના અંગેની માહિતી મળતાં જ બચાવ ટીમો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી ગયા છે અને કાટમાળમાંથી ઘાયલોને બચાવવાની કામગીરી શરૂ કરી છે. 

આ દરમિયાન પાકિસ્તાની સુરક્ષા દળોએ સોમવારે કાર્યવાહી કરી અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના 17 અન્ય લડવૈયાઓને ઠાર માર્યા છે. આ સાથે છેલ્લા ત્રણ દિવસમાં માર્યા ગયેલા લડવૈયાઓની સંખ્યા વધીને 71 થઈ ગઈ છે. આ કાર્યવાહી ઉત્તર વઝીરિસ્તાનમાં કરવામાં આવી હતી.