Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

છોટાઉદેપુરમાં નકલી IT અધિકારી ઝડપાયો, લોકો પાસેથી કરતો હતો મોટા તોડ

December 23, 2024

છોટાઉદેપુરમાં નકલી આઈટી અધિકારી ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં ઠગબાજે આઈટી ઓફિસર બનીને રૂપિયા 15 લાખનો તોડ કર્યો છે,તો આ બોગસ વ્યકિતએ અગાઉ પણ ઘણા લોકો સાથે નકલી અધિકારી બનીને તોડ કર્યો હોવાની વાત સામે આવી છે.ત્યારે પોલીસે નકલી અધિકારી એઝાઝ શેખને ઝડપી પાડયો છે અને તેની સામે વધુ કાર્યવાહી હાથધરી છે.

છોટાઉદેપુરમાં નકલી ઈડી ઓફીસર બાદ હવે નકલી આઈટી ઓફિસર પણ ઝડપાઈ ગયો છે,છોટાઉદેપુરમાં અલગ-અલગ લોકોને આઈટી અધિકારીની ઓળખ આપીને તોડ કરતો હોવાની વાત સામે આવી છે,નકલી અધિકારીએ અત્યાર સુધીમાં રૂપિયા 15 લાખનો તોડ કર્યો છે.વર્ષ 2023માં આયુર્વેદિક દવા વેચનારને ત્યાં દરોડા પાડીને તોડ કર્યો હોવાની વાત સામે આવી છે.પરવાનગી વગર દવા આપો છો તેમ કહીને તોડ કર્યો હતો અને પોલીસે ઝડપી પાડયો છે.