Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

નકલી લેટર મારા નામે વાઈરલ...', અમરેલી ભાજપ પ્રમુખે સી.આર.પાટીલને લખ્યો પત્ર

December 27, 2024

અમરેલી- અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટરપેડ વોટ્સએપમાં વાઈરલ થતા પ્રમુખ એક્શનમાં આવ્યા છે. લેટરમાં સ્થાનિક ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડાયું હોવાનું સામે આવ્યું હતું. જેમાં કોઈ શખસે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે નકલી લેટરપેડમાં નકલી સહી-સિક્કા કર્યા હતા અને લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મુક્યા હતા. આ મામલે પ્રમુખ કિશોર કાનપરીયાને માહિતી મળતાની સાથે સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી અને પત્ર લખીને સમગ્ર મામલે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને અવગત કર્યા હતા. 
મળતી માહિતી મુજબ, અમરેલીના તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામના નકલી લેટરપેડ બનાવીને કોઈ શખસે તેને વોટ્સએપમાં વાઈરલ કર્યો હતો. લેટરમાં અમરેલીમાં પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવાનું કાવતરું કરાયું હતું. સમગ્ર મામલે પ્રમુખે સી.આર. પાટીલને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 'સ્થાનિક સંગઠન મંડળ પ્રમુખની નિમણુંકમાં વિક્ષેપ ઉભો કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આ સાથે કાર્યકર્તાઓનું મોરલ તોડવા અને પક્ષ ઉપર દબાણ ઉભું કરવા કોઈ હિતક્ષત્રુ દ્વારા ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો. જેને લઈને યોગ્ય તપાસ કરીને જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા સી.આર. પાટીલને રજૂઆત કરવામાં આવી છે.'