ફતેપુરા વિસ્તારમાં ઇદના જુલુસમાં ઉશ્કેરનીજનક નારા અને ગીતો વગાડતા ગુનો દાખલ : ત્રણની ધરપકડ
October 01, 2023

વડોદરા- ઇદના જૂલુસ દરમિયાન ફતેપુરા વિસ્તારમાંથી પસાર થતા એક જૂલુસમાં વાંધાજનક અને ઉશ્કેરણીજનક નારા લગાવવામાં આવતા સિટિ પોલીસે જૂલુસના આયોજક, ડી.જે.ઓપરેટર સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. ફતેપુરા ભાંડવાડા ભોઈ કબ્રસ્તાન પાસે રહેતા હૈદરખાન મુફતિયારખાન પઠાણ દ્વારા ઇદ નિમિત્તે એક જૂલુસ મંજૂરી લઈને કાઢવામાં આવ્યું હતું. જે જૂલુસ મુસ્લિમ ભોઈ કબ્રસ્તાનથી નીકળી ભાડવાડા, મંગલેશ્વર ઝાંપા, ફતેપુરા ચાર રસ્તા, અલિફ નગર, ભૂંતડીઝાંપા, કારેલીબાગ પોલીસ સ્ટેશન, નાગરવાડા, સૈયદવાડા, એમ.એ.એસ.સ્કૂલ ચાર રસ્તા, નવાબવાડાની અંદર થઇ રાવપુરા મેન રોડ, મચ્છીપીઠની અંદર થઇ એમ.ઇ.એસ.સ્કૂલ પાસે આવી પૂર્ણ થવાનું હતું.
આ જૂલુસમાં ડી.જે.વગાડવાની મંજૂરી વારસિયા પોલીસ સ્ટેશનમાંથી લેવામાં આવી હતી.જૂલુસ અલીફ નગર ત્રણ રસ્તા થી ભાંડવાડા તરફ જતું હતું. તે સમયે ડીજે ઓપરેટર દ્વારા સરફરાજ ઉર્ફે છોટુ કાલીયાની સૂચનાથી વાંધાજનક અને ઉશ્કેરણીજનક ગીતો અને નારા વગાડવામાં આવ્યા હતા. ડીસીપી પન્ના મોમાયા દ્વારા આ અંગે તપાસ કરવાની સૂચના આપી હતી. સિટિ પોલીસે તપાસ કરતા ગીતો અને નારા ઉશ્કેરણીજનક હતા. જે અંગે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસે (૧) જૂલુસના આયોજક હૈદરખાન પઠાણ (૨) ઉશ્કેરણીજનક નારા વગાડવાનું કહેનાર સરફરાજ ઉર્ફે કાલીયા (રહે. ભાંડવાડા, ફતેપુરા) તથા ડીજે ઓપરેટર રાહુલ રાધેશ્યામભાઇ ધોબી( રહે. રાજીવ નગર, ન્યૂ વી.આઇ.પી.રોડ) ની સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીઓનો કોઇ ગુનાઇત ભૂતકાળ નથી. જૂલુસના આયોજક હૈદરખાન છૂટક ધંધો કરે છે. જ્યારે સરફરાજ એ.સી.રિપેરીંગનું કામ કરે છે.
વડોદરા,આરોપી દ્વારા આ પેન ડ્રાઇવ ક્યાં તૈયાર કરવામાં આવ્યું ? આ પૂર્વયોજીત કાવતરું હતું કે કેમ ? અન્ય કોણ સામેલ છે ? તે અંગે સિટિ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ ગીતો ઉર્દૂ અને હિન્દી ભાષામાં મિક્સ હતા. જેથી, તે ગીતના અમુક શબ્દો જ સમજમાં આવી શકે તેમ હતા. આખા ગીતનો અર્થ શું થાય છે ? તે અંગે પોલીસે ઉર્દૂ ભાષાના જાણકારની મદદ લીધી છે.
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

07 May, 2025