બે પુત્રીના લગ્ન પ્રસંગે પિતાનું હાર્ટ એટેકથી મોત, જાનૈયા જમી ન લે ત્યાં સુધી પરિવારે જાણ ન કરી
May 02, 2026
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના કાલિંભડા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં બે પુત્રીઓના લગ્નનો મંગળ અવસર હતો, ત્યાં જ પિતાનું હાર્ટ એટેકથી આકસ્મિક નિધન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જોકે, લગ્નમાં આવેલી જાન અને મહેમાનોની હાજરીને ધ્યાને રાખી, પરિવારે ભારે હૈયે પિતાના મોતના સમાચાર જાન વિદાય ન થઈ ત્યાં સુધી ગુપ્ત રાખ્યા હતા.
કાલિંભડા ગામના રહેવાસી મોહનભાઈ રાઠોડની બે પુત્રીઓ, સીમાબહેન અને ધરતીબહેનના લગ્ન ગઈકાલે નિર્ધારિત હતા. સીમાબહેનની જાન દિવાસાથી અને ધરતીબહેનની જાન આત્રોલીથી આવી હતી. સવારના સમયે ઘરમાં ખુશીનો માહોલ હતો અને મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા. મોહનભાઈ પોતે જાનૈયાઓની આગતા-સ્વાગતામાં વ્યસ્ત હતા અને સૌને નાસ્તો કરાવી રહ્યા હતા.
આ દરમિયાન સવારે સાડા દસ વાગ્યાના અરસામાં અચાનક મોહનભાઈને છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેક આવ્યો હતો. તેઓને તાત્કાલિક 108 મારફતે માળિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેઓનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.
ઘરના મોભીનું અવસાન થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો, પરંતુ દીકરીઓના લગ્નમાં કોઈ વિઘ્ન ન આવે અને જાનૈયાઓ મૂંઝવણમાં ન મુકાય તે માટે પરિવારે અત્યંત કઠણ કાળજું રાખી આ વાત છુપાવી રાખી હતી. બપોરે જાનૈયાઓએ શાંતિપૂર્વક ભોજન લીધું ત્યાં સુધી કોઈને અણસાર આવવા દીધો ન હતો. આ દરમિયાન પરિવારના સભ્યોએ અન્નનો દાણો પણ મોઢામાં નાખ્યો ન હતો.
Related Articles
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં કશું ખોટું નથી: TMCને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો
મતગણતરીમાં કેન્દ્રીય કર્મીઓની નિમણૂકમાં...
May 02, 2026
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મતદાન, ગરબડની ફરિયાદો બાદ ચૂંટણી પંચનો નિર્ણય
પશ્ચિમ બંગાળમાં 15 બૂથ પર આવતીકાલે ફરી મ...
May 01, 2026
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલનો વારો... LPG ભાવ વધારા મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર
પહેલી સ્ટ્રાઇક ગેસ પર, હવે પેટ્રોલ-ડીઝલન...
May 01, 2026
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં હાજર થવાનો આરોપ, વિપક્ષનો જોરદાર હોબાળો
ભગવંત માન પર દારૂ પીને પંજાબ વિધાનસભામાં...
May 01, 2026
ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટના કારણે 13 માળની બિલ્ડિંગમાં આગ, 9મા માળથી 12મા માળ સુધીના 8 ફ્લેટ ખાખ થયા
ગાઝિયાબાદમાં શોર્ટ સર્કિટના કારણે 13 માળ...
Apr 29, 2026
Trending NEWS
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
30 April, 2026
29 April, 2026
29 April, 2026